વલસાડ / સાઈબાબાના જન્મ સ્થળને લઈને ઉદ્ભવ ઠાકરેના નિવેદનને વલસાડ સાઈબાબા મંદિરે વખોડી નાખ્યો

સાંઈબાબાના જીવન ઉપર લખાયેલી પુસ્તકમાં સાઈબાબાના જન્મ સ્થાનનો ક્યાંય ઉલ્લેખ નથીઃ સાંઇબાબા મંદિરના મેનેજર, વલસાડ
સાંઈબાબાના જીવન ઉપર લખાયેલી પુસ્તકમાં સાઈબાબાના જન્મ સ્થાનનો ક્યાંય ઉલ્લેખ નથીઃ સાંઇબાબા મંદિરના મેનેજર, વલસાડ

  • સાંઈ સત ચરિત્રમાં સાઈબાબાના જન્મ સ્થાનનો કોઈપણ ઉલ્લેખ નથી
  • વલસાડ સાઈબાબા મંદિરના મેનેજરે પોલિટિકલ સ્ટન્ટ ગણાવ્યો

Divyabhaskar.com

Jan 18, 2020, 10:19 PM IST

વલસાડઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ભવ ઠાકરે દ્વારા સાઈબાબાના જન્મ સ્થાનને પથારી ગામના વિકાસ માટે 100 કરોડ ફેલાવતા શિરડી ગામના લોકોમાં નારાજગી વ્યક્ત થઇ છે. જેને લઈને રવિવારથી અચોક્કસ મુદ્દત માટે શિરડી ગામની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પડઘા વલસાડ સાઈબાબા મંદિર ખાતે પડ્યા હતા. સાઈબાબા મંદિરના મેનેજરે ઉદ્ધવ ઠાકરેના નિવેદનને પોલિટિકલ સ્ટન્ટ દર્શાવ્યો હતો. સાંઈબાબાના જીવન ઉપર લખાયેલી પુસ્તકમાં સાઈબાબાના જન્મ સ્થાનનો ક્યાંય ઉલ્લેખ ન હોવાનું જણાવ્યું હતું. સાથે ઉદ્ભવ ઠાકરેના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યો હતો.

શિરડીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ
ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ભવ ઠાકરે દ્વારા શુક્રવારે સાઈબાબાના જન્મ સ્થાન પથારી ગામના વિકાસ માટે 100 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેને લઈને શિરડી ગામમાં રહેતા લોકોમાં ઉદ્ભવ ઠાકરેના નિવેદન સામે રવિવારથી અચોક્કસ મુદ્દત માટે શિરડી ગામની દુકાનો, હોટલો વગેરે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને વલસાડ સાઈબાબા મંદિરના સંચાલકો અને મંદિરના મેનેજર દ્વારા ઉદ્ભવ ઠાકરેના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઠવામાં આવ્યું છે.

રાજકીય લાભ લેવા વિવાદ ઊભો કર્યોઃ મેનેજર
વલસાડ સાઈબાબા મંદિરના મેનેજર મહેન્દ્રભાઈ પટેલ સાથે દિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાઈબાબાના જીવન ઉપર આધારિત પુસ્તક સાઈ સત ચરિત્રમાં સાઈબાબાના જન્મ સ્થાનનો કોઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાઈબાબા 16 વર્ષની ઉંમરે એક લીમડાના ઝાડ નીચેથી પ્રગટ થયા હતા. જેથી સાઈબાબાનું જન્મ સ્થળ બાબતે રાજકીય લાભ લેવા માટે અને વિવાદ છેડવા માટે ઉદ્ભવ ઠાકરે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોય તેમ જણાવ્યું હતું. ઉદ્ભવ ઠાકરેએ સાઈબાબાના નામનો ઉલ્લેખ કરીને વાત કરી હતી. જેથી વિવાદ ઉભો થયો છે. ઉદ્ભવ ઠાકરેએ સાઈબાબાના નામનો ઉપયોગ કર્યા વગર 100 કરોડ શું 500 કરોડ પણ કોઈ ગામના વિકાસ માટે ફાળવે તો અમને કોઈપણ વાંધો નથી. વલસાડથી સાઈબાબાના દર્શને જતા દર્શન અર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે શિરડી ગામના લોકોએ સ્વયંભૂ દુકાની બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી દુકાનો બંધ રહેશે તો તમારી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને દર્શન કરવા જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
સાંઈબાબાના જીવન ઉપર લખાયેલી પુસ્તકમાં સાઈબાબાના જન્મ સ્થાનનો ક્યાંય ઉલ્લેખ નથીઃ સાંઇબાબા મંદિરના મેનેજર, વલસાડસાંઈબાબાના જીવન ઉપર લખાયેલી પુસ્તકમાં સાઈબાબાના જન્મ સ્થાનનો ક્યાંય ઉલ્લેખ નથીઃ સાંઇબાબા મંદિરના મેનેજર, વલસાડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી