મહારાષ્ટ્ર / ઉદ્ધવનું મરાઠા કાર્ડ, 80% ખાનગી નોકરી માત્ર સ્થાનિકોને જ અપાશે

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

  • મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રેસની સરકારનો મોટો દાવ
  • ઉદ્ધવે કહ્યું- હું હજુ પણ હિન્દુત્વની વિચારધારા સાથે
  • કોંગ્રેસ નેતા નાના પટોલે બિનહરીફ સ્પીકરપદે

Divyabhaskar.com

Dec 02, 2019, 06:16 AM IST

મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની નવી રચાયેલ મહા વિકાસ આઘાડી સરકાર મોટો દાવ કરવાની તૈયારીમાં છે. સરકાર આ દાવ નોકરીઓના માધ્યમથી કરવા જઈ રહી છે. રવિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનસભામાં કહ્યું કે રાજ્ય સરકાર કાયદો લાવી સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત નિશ્ચિત કરશે. રાજ્યપાલે આ જાહેરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં કરી હતી. તેમણે કહ્યું કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બેરોજગારી અંગે ચિંતિત છે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું કે હું હજુ પણ હિન્દુત્વની વિચારધારા સાથે છું. અને તેને ક્યારેય છોડીશ નહીં. છેલ્લા પાંચ વર્ષોમાં મેં કોઈની સાથે દગો કર્યો નથી.
ઉદ્ધવે ફડણવીસના વખાણ કરવાની સાથે ટોણો પણ માર્યો
ઉદ્ધવ ઠાકરેએ પોતાના જવાબમાં પૂર્વ સીએમ ફડણવીસના વખાણ કરવાની સાથે ટોણો પણ માર્યો. આભાર ભાષણમાં ઉદ્ધવે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હુ પાછો આવીશ પણ હું ગૃહમાં આવી ગયો. તેમણે કહ્યું કે 'હું તમને (ફડણવીસ) વિપક્ષના નેતા નહીં કહું. પરંતુ એક જવાબદાર નેતા કહીશ. સાથે ટોણો માર્યો કે જો તમે અમારા માટે સારા હોત તો આ બધુ (ભાજપ-શિવસેનામાં ફૂટ) ના થાત.

X
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીરઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી