મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે નાઈટલાઈફ અંગે પહેલી વાર બોલ્યા-‘મને આ શબ્દ જ પસંદ નથી’

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે.

Divyabhaskar.com

Jan 22, 2020, 05:22 AM IST
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર નાઈટલાઈફ વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મુંબઈમાં કેટલાક ચોક્કસ ઠેકાણે નાઈટલાઈફ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકી શકાય છે. જોકે મને મૂળ તો નાઈટલાઈફ શબ્દ જ પસંદ નથી એવી પ્રતિક્રિયા તેમણે આપી હતી. પર્યાવરણ મંત્રી અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ શુક્રવારે નાઈટલાઈફની ઘોષણા કરી હતી. મુંબઈમાં નરિમાન પોઈંટ, કાલાઘોડા, બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ એમ ત્રણ ઠેકાણે નાઈટલાઈફ પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આઈપીએસ અધિકારીઓની પરિષદને સંબોધન કરતા પોતાનો મત વ્યક્ત કર્યો હતો.નાઈટલાઈફ સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવી યોગ્ય નથી. દરેક શહેરની પોતાની સંસ્કૃતિ હોય છે. મારા મતે મુંબઈમાં કેટલાક ચોક્કસ ઠેકાણે આ પ્રયોગ અમલમાં મૂકી શકાય છે. જોકે મને નાઈટલાઈફ શબ્દ ગમતો નથી એમ તેમણે જણાવ્યું હતું.
આ પરિષદમાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર, ગૃહ મંત્રી અનિલ દેશમુખ, રાજ્યમંત્રી સતેજ પાટીલ, મુખ્ય સચિવ અજય મહેતા ઉપસ્થિત હતા. મુંબઈના મોલ્સ, રેસ્ટોરંટ્સ અને હોટેલ્સને 24 કલાક ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી શકે છે. આ પરવાનગી આપ્યા બાદ એ પછીની પરિસ્થિતિનો કયાસ કાઢવો પડશે. તેમ જ આ નિર્ણયનું શું પરિણામ આવે છે એ જોવું પડશે. આ બાબતની ફરિયાદો સાંભળવી પડશે એમ ઠાકરેએ જણાવ્યું હતું.
દુનિયાના કેટલાક મુખ્ય શહેરોમાં કંપનીઓ ચોવીસ કલાક ચાલુ રહે છે. તમામ લોકોને ફાઈવસ્ટાર હોટેલમાં રાતના ભોજન માટે જવું પરવડતું નથી. તેથી અનેક જણ મોલ્સ અને નાની હોટેલમાં જવું પસંદ કરે છે. આવા ઠેકાણે તેમને પરવડનારા દરે ભોજન મળે છે એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પરિષદમાં જણાવ્યું હતું.
X
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી