મહારાષ્ટ્ર / દુષ્કર્મના આરોપીને 100 દિવસમાં ફાંસી અંગે ઉદ્ધવે મુખ્ય સચિવ પાસે અહેવાલ મગાવ્યો

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.

  • આંધ્ર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર 100 દિવસની અંદર ફાંસીનો કાયદો લાવનાર બીજું રાજ્ય હશે-પ્રતાપ સરનાઈક

Divyabhaskar.com

Dec 17, 2019, 05:07 AM IST
મુંબઈ: હૈદરાબાદમાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા પ્રકરણ પછી આંધ્ર પ્રદેશ સરકારે 21 દિવસની અંદર આવાં પ્રકરણોનો ચુકાદો આપવાની જોગવાઈ કરી છે. આંધ્ર પ્રમાણે મહારાષ્ટ્રમાં પણ બળાત્કારીઓને 100 દિવસની અંદર ફાંસી આપવામાં આવે એવો કાયદો અમલમાં આવવાની સંભાવના છે. આ અંગે પ્રસ્તાવની તાત્કાલિક નોંધ લેતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ પાસે આ કાયદો કઈ રીતે લાગુ કરી શકાય તેનો અહેવાલ અને મુસદ્દો મગાવ્યો છે, એવી માહિતી શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કરી છે.
કડક કાયદો મહારાષ્ટ્રમાં લાવવાની માગણી-એકનાથ શિંદે-સરનાઈક
સરનાઈકે જણાવ્યું હતું કે દેશમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. દેશમાં અલગ અલગ પ્રકારનું વાતાવરણ નિર્માણ થયું છે. દરેક રાજ્યમાં આ કઠોર કાયદો લાગુ થવો જોઈએ. આથી મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી એકનાથ શિંદે પાસે મેં આ કડક કાયદો મહારાષ્ટ્રમાં લાવવાની માગણી કરી હતી અને તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આ કડક કાયદો લાવનાર બીજું રાજ્ય હશે
હાલમાં રાજ્ય વિધાનમંડળનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ઝડપથી કામગીરી કરવામાં આવે તો ચાલુ સત્રમાં જ વિધેયક લાવીને મંજૂર કરાવી શકાય એમ છે. આ દિશામાં પ્રયાસ ચાલુ છે. જોવું આવું થશે તો આંધ્ર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર આ કડક કાયદો લાવનાર બીજું રાજ્ય હશે, એમ સરનાઈકે જણાવ્યું હતું.
મૂળમાં સજા થવામાં વિલંબ હોવાથી એન્કાઉન્ટરની ઘટનાઓને બળ મળે છે
હાલમાં હૈદરાબાદ દુષ્કર્મ પ્રકરણના આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. તે સમયે અનેકોએ પોલીસની ભૂમિકા સામે પ્રશ્નચિહન ઉપસ્થિત કર્યું હતું. જોકે દુષ્કર્મ કરનારને આવી જ સજા મળવી જોઈએ એવું કહેનારો મોટો વર્ગ છે. મૂળમાં સજા થવામાં વિલંબ હોવાથી આવી ઘટનાઓને બળ મળે છે એવું કહેવાય છે. આથી આવા કેસમાં સજા ઝડપથી મળવી જોઈએ એવી માગણી દેશભરમાંથી થઈ રહી છે.
X
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી