• Home
  • National
  • Uddhav Thackeray says the govt trying to do Jallianwala Bagh massacre in the country again

નિવેદન / દેશમાં ફરી જલિયનવાલા બાગ જેવું કરવા પ્રયાસ: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.

  • દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલી કાર્યવાહીનો ઉગ્ર વિરોધ

Divyabhaskar.com

Dec 18, 2019, 03:06 AM IST
મુંબઈ: નાગરિકતા કાયદા વિરુદ્ધ આંદોલન કરનાર જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલી કાર્યવાહીનો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિરોધ કર્યો હતો. યુવાનોનું આંદોલન કચડીને દેશમાં ફરી જલિયનવાલા બાગ ઘડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, એમ ઉદ્ધવે મોદી સરકાર પર તોપ દાગતાં મંગળવારે નાગપુરમાં જણાવ્યું હતું.
યુવાશક્તિનો અવાજ દબાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે-ઉદ્ધવ
રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રના બીજા દિવસનું કામકાજ પણ આખા દિવસ માટે મોકૂફ રહ્યા પછી ઉદ્ધવે મોદી સરકારની ટીકા કરી હતી. ઉપરાંત વિધાનસભામાં મંગળવારે શિવસેના અને ભાજપના વિધાનસભ્યો વચ્ચે થયેલી ધક્કામુક્કીનો વિરોધ નોંધાવીને વિરોધીઓને સંભળાવી દીધું હતું. નાગરિકતા કાયદાના વિરોધમાં હાલમાં દેશમાં આંદોલન ફાટી નીકળ્યું છે. કેન્દ્ર આ આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું ચિત્ર છે. આ પરથી ઉદ્ધવે સરકારની ટીકા કરી છે. દેશના યુવાનોમાં ભયનું વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુવાશક્તિનો અવાજ દબાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ભારત યુવાનોનો દેશ છે. તેની શક્તિ એકાદ બોમ્બ જેવી છે.
ખેડૂતોનું આપેલું વચન પાળીશું
ખેડૂતોને સંપૂર્ણ કરજમાફી આપવાનો મુદ્દો મંગળવારે વિરોધી પક્ષે પકડી રાખ્યો હતો. શિવસેનાએ આ પૂર્વે આપેલાં આશ્વાસનોની યાદ અપાવવા માટે ભાજપના અમુક સભ્યોએ શિવસેનાના મુખપત્ર સામનાની અમુક નકલો પણ સભાગૃહમાં લાવ્યા હતા. આ મુદ્દા પરથી ઉદ્ધવે વિરોધીઓ પર પલટવાર કર્યો હતો. ખેડૂતોને આપેલો શબ્દ હું પાળવાનો જ છું. અમે તમને આ કરાવવાની ફરજ પાડી એવો હાવ ઊભો કરવાની જરૂર નથી. રાજ્યએ કેન્દ્ર પાસે સાડાપંદર હજાર કરોડની માગણી કરી છે. કમોસમી વરસાદને લીધે નુકસાન થયેલા ખેડૂતો માટે મદદની માગણી પણ કરવામાં આવી છે, પૂરગ્રસ્તો માટે રૂ. 7000 કરોડી માગણી કરી છે.
X
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી