રાજકારણ / ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- નાગરિકતા કાયદો વીર સાવરકરના વિચારોનું અપમાન

ઉદ્ધવ ઠાકરે.
ઉદ્ધવ ઠાકરે.

  • સરકારે અસલી મુદ્દાથી ધ્યાન હટાવવા નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો છે: ઠાકરે

Divyabhaskar.com

Dec 16, 2019, 04:33 AM IST
મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નાગરિકતા કાયદો હિન્દુવાદી વીર સાવરકરના વિચારોનું અપમાન છે. નાગપુરમાં વિધાનસભા સત્ર પહેલા રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે સરકાર નાગરિકતા કાયદા દ્વારા ધાર્મિક અત્યાચારના શિકાર લઘુમતીઓને નાગરિકતા આપી રહી છે. જ્યારે સાવરકરનું કહેવું હતું કે સિંધુ નદીથી કન્યાકુમારી સુધીનો સંપૂર્ણ ભાગ ભારત હેઠળ હોવો જોઈએ. તેમણે નાગરિકતા કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવાના સંદર્ભમાં કહ્યું કે અમે તેની કાયદેસરતાની તપાસ કરી રહ્યાં છીએ. સુપ્રીમકોર્ટના આદેશના આધારે અમે આગળનું પગલું નક્કી કરીશું.
શિવસેના પ્રમુખે કહ્યું કે નાગરિકતા કાયદા જેવા વિષયો મહિલાઓની સુરક્ષા, બેરોજગારી અને ખેતીનું સંકટ જેવા ઓરિજિનલ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યાં છે. ઠાકરેએ સવાલ કર્યો કે શું કાયદો કોઈ વિચારધારા પર આધારિત છે? ત્યારબાદ જે હિંસા ભડકી છે તેનું શું? એ પછી તેમણે એક રેલીમાં કહ્યું કે ગઠબંધન સરકારની પાર્ટીઓમાં કોઈ મતભેદ નથી. અમારી સરકાર તમામ કામ સારી રીતે કરશે. દેશ જોઈ રહ્યો છે કે ત્રણ પાર્ટીઓ એક સાથે છે. નેતા એક જૂથ છે. અને કાર્યકર્તાઓ પણ એક થઈ કામ કરી રહ્યાં છે. મને રાજકારણનો બહુ અનુભવ નથી છતાં લોકોના આશીર્વાદથી અમે 50 વર્ષ સુધી સરકાર ચલાવીશું. નોંધણીય છે કે રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદન બાદ એવું કહેવાતું હતું કે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી. દુષ્કર્મ અંગેના નિવેદન માટે માફીની માંગ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું નામ રાહુલ સાવરકર નથી રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પરંતુ માફી નહીં માંગુ.
ભાજપે શિવસેનાને કહ્યું- સત્તા, સાવરકર બેમાંથી કોઈ એક નક્કી કરો
ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે વીર સાવરકરનું અપમાન કરવા બદલ દેશ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે. શિવસેનાએ સત્તા અને સાવરકર બેમાંથી શું તે નક્કી કરવું જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ વિરુદ્ધ માત્ર એક ટ્વિટ કરવાથી કંઈ નહીં થાય. ઉદ્ધવ ઠાકરેએ એ નક્કી કરવું પડશે કે શું તેઓ સ્વતંત્રતા સેનાની અને રાષ્ટ્રીય પ્રતિકનું અપમાન કરનારી કોંગ્રેસ સાથે સત્તામાં રહેવા માગશે?
રાહુલ ગાંધીને જાહેરમાં સજા કરો: સાવરકરના પૌત્ર
સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે રાહુલ ગાંધી સામે પગલાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચાર રસ્તા પર ઊભા કરી સજા આપવી જોઈએ. તેઓ રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ હાઈકોર્ટમાં માનહાનિ અરજી દાખલ કરશે.
X
ઉદ્ધવ ઠાકરે.ઉદ્ધવ ઠાકરે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી