• Home
  • National
  • Uddhav thackeray can be a CM Of Maharashtra, Deputy CM can be NCP

મહારાષ્ટ્ર / ઉદ્વવ બની શકે છે મુખ્યમંત્રી; શિવસેના NDA છોડશે, કેન્દ્રીય મંત્રી સાવંતે રાજીનામું આપવાની જાહેરાત કરી

Uddhav thackeray can be a CM Of Maharashtra, Deputy CM can be NCP
એનસીપીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે
એનસીપીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે

  • રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે
  • શિવસેના એનડીએમાંથી બહાર નીકળે તો NCP ટેકો આપશે: નવાબ મલિક
  • રાજ્યમાં કોઈ પણ ભોગે મુખ્યમંત્રી તો શિવસેના પક્ષના જ હશે: સંજય રાવત

Divyabhaskar.com

Nov 11, 2019, 08:56 AM IST

હેમંત અત્રી, નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રવિવારે ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને જણાવી દીધું હતું કે તેઓ સરકાર રચશે નહીં. બીજી બાજુ રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. એનસીપી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે. તેમણે શિવસેનાને NDAમાંથી છૂટા થવાની શરત કરી છે. કેન્દ્રના એકમાત્ર શિવસેનાના મંત્રી અરવિંદ સાવંત રાજીનામું આપી શકે છે. સોમવારે શિવસેનાના રાઉત સોનિયાને મળે તેવી શક્યતા છે. NCPને ડે. સીએમ અને કોંગ્રેસને સ્પીકર પદ મળી શકે છે. પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે શિવસેના પર આક્ષેપ કર્યો હતો કે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું પણ બહુમતી નહીં હોવાથી તેમણે સરકાર નહીં રચવાનું નક્કી કર્યું છે. NCPના નેતા નવાબ મલિકે કહ્યું કે તેઓ શિવસેનાને ટેકો આપી શકે છે પરંતુ પહેલી શરત એ છે કે શિવસેના એનડીએમાંથી બહાર નીકળે. એનસીપીના વડા શરદ પવાર સોમવારે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને 16 દિવસ થયા છતાં હજુ સુધી સરકાર રચાઈ શકી નથી.

આ રીતે સરકાર શક્ય

કુલ બેઠક 288
બહુમતી 145
શિવસેના 56
એનસીપી 54
કોંગ્રેસ 44
કુલ 154
ભાજપ 105
અન્ય 29

કોઈ પણ કિંમતે CM શિવસેનાના હશે
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં કોઈ પણ ભોગે મુખ્યમંત્રી તો તેમના પક્ષના જ હશે. રાઉતે કહ્યું હતું કે કોંગ્રેસ મહારાષ્ટ્રની દુશ્મન નથી. દરેક પક્ષમાં કેટલાક મતભેદ રહે છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં ફડણવીસ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ડરાવવાની-ધમકાવવાની રાજનીતિ કરી રહ્યા છે. જ્યારે રાજકીય સમર્થનની ધમકી આપીને અને માગણીની રીત કામ નથી લાગતી તો એ સ્વીકારી લેવું જોઈએ કે હિટલર મરી ચૂક્યો છે અને ગુલામીના વાદળ વિખેરાઈ ગયા છે.

X
Uddhav thackeray can be a CM Of Maharashtra, Deputy CM can be NCP
એનસીપીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છેએનસીપીએ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શરત સાથે શિવસેનાને ટેકો આપવાની વાત કરી છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી