તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધામણ પાટીયા પાસે મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતા બે મહિલાને ઈજા

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં મતદાન કરવા જતાં બનેલી ઘટના, માણેકપોર ટંકોલીથી ધામણ જતી હતી

નવસારી તાલુકાનાં માણેકપોર ટંકોલી ગામે રહેતી બે મહિલા રવિવારે ગણદેવી સુગર ફેક્ટરીમાં મતદાન હોય નજીકમાં આવેલા ધામણ ગામે મતદાન કરવા જતી હતી ત્યારે તેમની મોપેડને પૂરઝડપે આવેલા ફોરવ્હીલ ચાલકે ધામણ પાટીયા પાસે ટક્કર મારી હતી. જેને કારણે મોપેડ પરથી બંને મહિલાઓ પડી જતા શરીરે ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે નવસારી સિવિલમાં ખસેડાઈ હતી. નવસારી તાલુકાનાં માણેકપોર ટંકોલી ગામે રહેતા વાસંતીબેન પટેલ અને તારાબેન પટેલ (પટેલ ફળિયા) રવિવારે મોપેડ (નં. GJ-21-BF- 0997) પર નજીકમાં આવેલા ધામણ ગામે ગણદેવી સુગર ફેકટરીની ચૂંટણીમાં મતદાન મથક ઉપર મતદાન કરવા બપોરે ઘરેથી 1 વાગ્યાનાં અરસામાં નીકળ્યા હતા.

તેઓ ધામણ પાટિયા પાસે આવતા તેમની મોપેડને અજાણ્યા ફોર વ્હિલ ચાલકે પૂરઝડપે હંકારી લાવીને ટક્કર મારી હતી. જેથી મોપેડ સવાર બંને મહિલા રસ્તા પર પડી જતા ઈજા પહોંચી હતી. તેમને 108 મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વાસંતીબેનને માથા અને કમરનાં ભાગે ઈજા થઈ હતી. જ્યારે તારાબેનને હાથમાં ઈજા થઈ હતી. આ અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકને જાણ થતા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો