તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેવાલીયાની સોસાયટીના બંધ મકાનની રેકી કરતાં બે પકડાયાં

સેવાલીયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મકાનના તાળાં તોડ્યા : 1.50 લાખની મત્તાની ચોરી કરી

સેવાલીયામાં આવેલી સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરી હતી. જોકે, તસ્કરો ફરાર થઇ રહ્યા હતા તે સમયે સોસાયટીના રહીશો જાગી જતાં બે તસ્કરો પકડાઇ ગયા હતા, જ્યારે બે શખ્સો ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સો દિવસના સમયે ખીમો વેચવાના બહાને સોસાયટીમાં આવ્યા હતા અને બંધ મકાનની રેકી કરીને જતાં રહ્યા હતા.

સેવાલીયામાં બસ સ્ટેન્ડની પાછળ આવેલી હસેની સોસાયટીમાં રહેતા ઇલીયાસભાઇ શેખ પોતાના સ્વજનને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ સમયે કારમાં આવેલા તસ્કરોએ ઇબ્રાહીમભાઇના મકાનમાં પ્રવેશી તિજોરીમાં મૂકલો બે તોલા વજનનો રૂ.90 હજારની કિંમતનો હાર, એક જોડ સોનાના કાપ, સોનાની નાકની ચુની, ચાંદીની બે વીંટી તથા ચાંદીના સિક્કા કિંમત રૂ. 10 હજારના તથા રોકડા રૂ.50 હજાર મળી કુલ રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરી નીકળ્યા હતા. આ તસ્કરોએ નજીકમાં જ રહેતા મુસ્તાકશા ઐયુબશા દિવાનના ઘરનું તાળું પણ તોડ્યું હતું. જોકે, અવાજ થતાં અન્ય લોકો જાગી ગયા હતા. આ સમયે ચોરી કરવા માટે કારમાં આવેલા બે શખ્સો તેમની કાર લઇને ભાગી ગયા હતા, જ્યારે અન્ય બે શખ્સોને બીજી કાર સાથે સ્થાનિકોએ પકડી લઇ સેવાલીયા પોલીસને હવાલે કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો