છેતરપિંડી / વેપારીએ ઓનલાઇન બે હજાર ભરી શૂઝ મંગાવ્યાં, કંપનીએ ન મોકલતાં ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • કુરિયર કંપનીનો ખોટો નંબર આપી દઈ કંપનીએ વેપારીનો નંબર પણ બ્લોક કરી દીધો

Divyabhaskar.com

Jan 22, 2020, 06:17 AM IST
અમદાવાદ: ફાઈનાન્સનો ધંધો કરતા વેપારી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. વેપારીએ ઓન લાઈન રૂ.2 હજારના બુટ મંગાવ્યાં હતા, જેના પૈસા ભરી દીધા બાદ કંપનીએ કુરિયર કંપનીનો ખોટો નંબર આપી વેપારીનો નંબર બ્લોક કરી દીધો હતો.
નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ સામે શોપર્સ પ્લાઝામાં ઓફિસ ધરાવતા ધૈર્ય કેતનભાઇ શાહ(27) સી.બી.એસ. સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામથી ફાઈનાન્સનો ધંધો કરે છે. ગઇ 22 ઓગસ્ટ, 2019ના રોજ ધૈર્ય ઓફિસમાં બેઠો બેઠો ઈન્સ્ટાગ્રામ જોતો હતો, જેમાં એકજોડી કલેક્શન ઓફિસશિયલ નામનું પેજ આવ્યંુ હતંુ, જેમાં બૂટ, ચંપલ, ઘડિયાળ સહિતની વસ્તુઓ વેચવા માટે જાહેરાત આપી હતી. જેમાં ધૈર્યને રૂ.2000ના બૂટ ગમતા તેણે ઓનલાઈન પેમેન્ટ કરીને બૂટનો ઓર્ડર આપ્યો હતો.
જેમાં બૂટની ડિલિવરી 3થી 4 દિવસમાં આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ બૂટ નહીં આવતા કંપની તરફથી જે નંબર મળ્યો હતો તે નંબર ઉપર ફોન કરતા ધૈર્યને ડિલિવરીનું સ્ટેટસ જાણવા કુરિયર કંપનીનો નંબર આપ્યો હતો. જોકે ધૈર્ય એ તે નંબર ઉપર ફોન કરતા તે નંબર ખોટો હતો, જેથી ધૈર્યએ કંપનીના નંબર ઉપર ફોન કરતા તે નંબરધારકે ધૈર્યને વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ઉપર બ્લોક કરી દીધો હતો. આ અંગે ધૈર્ય શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી