તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છ દિવસમાં ભેદ ઉકેલ્યો:લાંભવેલ નહેર પાસે મોંઢુ દબાવી મહિલાની હત્યા કરનારા બે ઝડપાયા

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરીર સંબંધ બાધ્યા બાદ પૈસા અડધા આપતા ડખો થયો હતો
  • આણંદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે કાર્યવાહી

આણંદ પાસેના લાંભવેલ ગામની કેનાલ પાસે છ દિવસ અગાઉ મળી આવેલી મૂળ અજરપુરા ગામની મહિલાની હત્યા બાંધણી અને બાકરોલ ગામના બે યુવકોએ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં બંને શખ્સને તેમના ઘરેથી ઝડપી પાડ્યા હતા. જેમાં તેમણે ચોંકાવનારી કબુલાત કરી હતી. મૂળ અજરપુરા ગામની અને છેલ્લાં કેટલાંય સમયથી બોરીયાવી સીમમાં રહેતી ટીનીબેન રમણભાઈ ગોહેલનો મૃતદેહ લાંભવેલ નહેર પાસેથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ દ્વારા આણંદ-લાંભવેલ રોડ પરના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બાઈક પર બે જણાની ઘટના સમયે શંકાસ્પદ અવર-જવર ધ્યાને આવી હતી.

લીસે બાઈકના નંબર અને ચહેરાના આધારે તપાસ કરતાં બાઈક પર સવાર બંને પૈકી એક સુરેશ વિઠ્ઠલ પરમાર (રહે. બાંધણી) અને વિષ્ણુ શંકર પરમાર (રહે. બાકરોલ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેમને તેમના ઘરેથી ઝડપી પાડી સઘન પૂછપરછ કરતાં બંને જણાં ભાંગી પડ્યા હતા અને કબુલાત કરતા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બનાવ બન્યો એ સમયે તેઓ શરીર સંબંધ બાંધવા માટે એક બાઈક પર લઈ લાંભવેલ નહેર પર એકાંતમાં લઈ ગયા હતા. તેણી સાથે દુષ્કર્મ કર્યા બાદ આખરે પૈસા આપવા બાબતે ડખો થયો હતો. પૈસા જે નક્કી થયા હતા તેને બદલે તેમણે માત્ર અડધા જ પૈસા આપતા તેમની વચ્ચે ઝઘડો થતાં જ બંને જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તેનું મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે બંનેની હત્યા અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

મહિલાને અનેક સાથે સંબંધ હતા
મૂળ અજરપુરા ગામે રહેતી ટીની ગોહેલને પહેલેથી જ અનેક સાથે સંબંધ હતા. તેણે તેના પતિને દસ વર્ષ અગાઉ છોડી દીધો હતો અને તેના પ્રેમી સાથે રહેતી હતી. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે અનેક લોકો તેના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું કે જેમની સાથે સંબંધ હતા. હાલમાં તેણી તેના ચોથા પ્રેમી સાથે રહેતી હતી. પોલીસે તપાસ દરમિયાન તેના પૂર્વ પતિ સહિત તમામને રાઉન્ડ અપ પણ કર્યા હતા.

મૃત્યુ પછી પણ સેક્સ કર્યાનો ઘટસ્ફોટ
બંને આરોપીઓ વિકૃત માનસિકતા ધરાવતા હતા. તેઓ અવાર-નવાર તેણીને મળતા હતા અને તેની મરજીથી તેની સાથે સેક્સ કરતા હતા. જોકે, વિકૃતિની હદ ત્યારે આવી કે બંને શખ્સોએ મહિલાને મોતને ઘાટ ઉતારી એ પછી પણ તેમણે મૃતક સાથે સેક્સ કર્યું હતું. બાદમાં તેમણે મહિલાના આંતરિક ભાગમાં લાકડા જેવો કોઈ પદાર્થ પણ નાંખ્યો હતો. જેને પગલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણીના આંતરિક ભાગમાં ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો