તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Two Persons Arrested For Robbing Adas Widow In Anand, Robbery And Theft Cases Have Been Registered Against Both The Persons

ધરપકડ:આણંદમાં અડાસની વિધવાને લૂંટી લેનારા બે શખ્સ ઝડપાયા, અગાઉ પણ બંને શખ્સ વિરૂદ્ધ લૂંટ અને ચોરીના ગુના નોંધાયા હતા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં છ દિવસ અગાઉ પોતાની ભાણી સાથે ખરીદી કર્યા બાદ પરત અડાસ જઈ રહેલી વિધવાને રીક્ષામાં બેસાડ્યા બાદ રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેન ચપ્પુ બતાવી લૂંટી લેવાના બનાવમાં આણંદ શહેર પોલીસે મહિલા સહિતની ગેંગના મહેમદાવાદ અને દસ્ક્રોઈ વિસ્તારના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં ગયેલી ચેન, ગુનામાં વપરાયેલી રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અડાસ ગામે રહેતા ૩૯ વર્ષીય વર્ષાબેન દિલીપસિંહ રણજીતસિંહ વાઘેલાને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી એક મહિલા સહિત ત્રણ જણે રિક્ષામાં બેસાડ્યા બાદ ચપ્પુ બતાવી લૂંટી લીધા હતા. તેમણે મહિલાની રૂપિયા 30 હજારની સોનાની ચેનની લુંટી ફરાર થયા બાદ આ અંગે તેમણે આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન ચેક કર્યા હતા. દરમિયાન, લૂંટમાં સંડોવાયેલા બંને શખ્સ આણંદ પાસે આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બંને શખ્સ રવિભાઈ હિમત કાવિઠીયા (રહે.અમદાવાદ) અને અજયભાઈ દિલુ દાતણીયા (રહે. મહેમદાવાદ)ને ઝડપી પાડ્યા હતા. તેમની સઘન પૂછપરછમાં તેમણે ગુનાની કબુલાત કરી હતી. બંનેની પુછપરછમાં તેઓ ઉંમરલાયક વ્યક્તિ તથા મહિલાને જ ટાર્ગેટ કરતા હતા. તેમને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી એકાંતમાં લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટ કરી હતી. અજય સામે અમદાવાદ શહેર વિસ્તારમાં ચોરી, બળજબરીપૂર્વક ચીજવસ્તુઓ કઢાવી લેવાના તેમજ રવિ વિરૂદ્ધ વિદ્યાનગર ખાતે ચોરી તેમજ અમદાવાદ શહેરમાં લૂંટનો ગુનો નોંધાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો