તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નડિયાદ ખંડણીકાંડના સૂત્રધાર મહીન સહિત બે હજી પોલીસ પહોંચથી દૂર

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંડણી પ્રકરણમાં અડધોડઝન શખસ બિલોદરા જેલમાં ધકેલાયા છે

નડિયાદ પાલિકાના કોન્ટ્રાક્ટરને ફોન કરી રૂ.5 લાખની ખંડણી માગી ઓફિસે આવી કોન્ટ્રાક્ટરને તલવાર, છરી, લોખંડનો પાઇપ બતાવી ટેબલના ખાનામાંથી રોકડા એક લાખની રકમ લૂંટ કેસમાં છને જેલહવાલે કર્યા હતા. મુખ્ય સૂત્રધાર મહીન તળપદા તથા ગોપાલ તળપદાને પકડવામાં ટાઉન પોલીસ હવામાં બાચકાં ભરી રહી હોય તેમ ઘટનાના અઠવાડિયા પછી પણ મુખ્ય આરોપીઓને પકડી શકી નથી. પોલીસની ભૂમિકા સામે લોકોમાંથી સેંકડો પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.

નડિયાદ પાલિકામાં સિવિલ વર્કના કોન્ટ્રાક્ટરનું કામ કરતાં સંજયભાઇ ગોવિંદભાઇ ગોહિલ ગત 13મી નવેમ્બરના સાંજના અરસામાં પોતાની ઓફિસમાં હાજર હતા. ત્યારે તેમને ફોન કરી સ્થાનિક નામચીન શખસો ગોપાલ ઇશ્વરભાઇ તળપદા, ઇશ્વર રૂપાભાઇ તળપદા, મહીન તળપદા, રાહુલ તળપદા, વિપુલ તળપદા, સંજય તળપદા, જયેશ તળપદા-વાઘેલા, શ્યામ સેદાણીએ તલવાર, ચપ્પુ, લોખંડની પાઇપ વગેરે જીવલેણ હથિયારો સાથે ધસી જઇ કોન્ટ્રાક્ટર સંજયભાઇને લાફા ઝીંકી, ગાળો બોલી અપમાનીત કરી રૂ.5 લાખની ખંડણી માગી હતી અને છરીની અણીએ ટેબલના ખાનામાંથી રોકડ એક લાખની રકમ લઇને નાસી છૂટ્યાં હતા. જો કે, ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ છ શખસને ઝડપી લીધાં હતા. જે તમામને અદાલતના આદેશ મુજબ પોલીસે બિલોદરા જેલમાં મોકલી દીધાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો