તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કરૂણતા:જાફરાબાદમાં પુલ નજીક બે નવજાત શિશુને કોઈ ફેંકી ગયું, શ્વાને ફાડી ખાતા બંનેના મોત

અમરેલીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકો એકત્ર થઈ પોલીસને જાણ કરતા દોડી આવી હતી

જાફરાબાદમાં અરેરાટી મચાવે તેવી ઘટના બની છે. જાફરાબાદના પુલ નજીક કોઈ અજાણી વ્યક્તિ બે નવજાત બાળકને ફેંકી ગયું હતું. શ્વાને આ બંને નવજાત શિશુને ફાડી ખાતા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યા છે. આ બનાવથી પોલીસ તંત્ર પણ ચોંકી ગયું છે.

નવજાત બાળકોને ફેંકી જનાર પર ફિટકાર
લોકોએ અહીં બંને બાળકોને ફેંકી જનાર અને જન્મ આપનાર માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. શ્વાને બંને બાળકોને ફાડી ખાતા અમુક અંગો પણ હાથ લાગ્યા નથી. આથી અરેરાટી મચી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે બાળકો ફેંકી જનાર અને જન્મ આપનાર માતાની શોધખોળ હાથ ધરી છે.

7 મહિના પહેલા રાજકોટ નજીક છરીના 20 ઘા મારેલી હાલતમાં નવજાત બાળકી મળી હતી
રાજકોટના ભાવનગર રોડ પર મહીકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી 7 મહિના પહેલા નવજાત બાળકી મળી આવી હતી. જેના શરીરના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયારના 20 ઘાના નિશાન જોવા મળ્યા હતા. આ શિશુને કુતરૂ ઉપાડીને જતું હતું. જો કે લોકોએ તેને બચાવી 108ને જાણ હતી. 108ની ટીમે શિશુને બચાવી પ્રાથમિક સારવાર આપી સિવિલમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિલમાં ખેસેડ્યું હતું. અહીં એક મહિનાથી વધુ સારવાર ચાલી હતી અને સ્વસ્થ થતા બાળકીને રાજકોટ બાલાશ્રમને સોંપવામાં આવી હતી. આ બાળકીના વાલી-વારસની હજી સુધી કોઈ ભાળ મળી નથી.

(જયદેવ વરૂ, અમરેલી)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો