તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગજની:ગાંધીધામમાં આગના વધુ બે છમકલા, કલાકોની જહેમત બાદ સ્થિતિ કાબુમાં, સંકુલમાં સરેરાશ રોજ 2 આગની ઘટના સામે આવી રહી છે

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓજસ કોમ્પલેક્ષમાં અને રામબાગ હૉસ્પિટલ પાછળ લાગી આગ, ફાયર ફાઈટરે મેળવ્યો કાબુ

ગાંધીધામમાં બદલાતી ૠતુના માહોલ વચ્ચે આગના બનાવોમાં દિવાળી આસપાસથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત રોજ વધુ બે આગની ઘટનાઓ શહેરમાં સામે આવી હતી. સદભાગ્યે ફાયર ફાઈટરોની સતર્કતા અને સજ્જતાના પગલે પરિસ્થિતિ જલદી કાબુમાં આવી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે નેશનલ હાઈવે પર નુરી મસ્જીદ સામેની તરફ આવેલા ઓજસ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં કોઇ રીતે આગ લાગી ગઈ હતી.

આ સમયે દુકાનમાં બે ગેસના સીલીન્ડર પણ હોવાથી ભય પ્રસરી રહ્યો હતો, પરંતુ અગ્નીશમન દળની ટીમે સ્થળ પર ધસી જઈને તેને બહાર કાઢી લેવાતા અને ત્યારબાદ ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. તો બીજી તરફ આદિપુરના રામબાગ હોસ્પિટલની પાછળ આવેલી ઓફિસમાં પણ આજે બપોરે આગ લાગી હતી. જેને અગ્નીશમન દળની ટીમે સ્થળ પર ધસી જઈને એકાદ કલાક સુધી પાણીનો છંટકાવ કરીને જહેમત ઉઠાવ્યા બાદ કાબુમાં આવી શકી હતી. ગાંધીધામ નગરપાલિકા, ઈઆરસી સહીતની ટીમોએ આમાં સહયોગ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો