તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના નો કહેર:બે મહિના પછી નવા કેસની સંખ્યા 100થી નીચે ગઈ,રાજકોટમાં 24 કલાકમાં 7નાં મોત નોંધાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના 7 માસ પૂરા : 19 માર્ચે પહેલો કેસ નોંધાયો’તો અત્યાર સુધી કુલ પોઝિટિવ 11343

રાજકોટમાં કોરોનાના 7 મહિના પૂરા થયા છે. 19મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં 11343 કેસ થઇ ચૂક્યા છે. જો કે 7મો મહિનો પૂરો થયો તે બે મહિનાનો સૌથી ઓછા કેસ ધરાવતો દિવસ બન્યો છે. ઓગસ્ટ માસના અંતમાં કુલ કેસની સંખ્યા 100ને પાર થઈ હતી અને ત્યારબાદ સતત 125થી 150ની વચ્ચે કેસ આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી કુલ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને રવિવારે તો નવા 97 કેસ નોંધાયા છે જે બે મહિનામાં સૌથી ઓછા છે.

રવિવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 7નાં મોત નીપજ્યાં છે. શનિવારે આ આંક 14 નોંધાયો હતો જે 15 દિવસમાં સૌથી વધુ હતો. આ 14માંથી 2 મોત પાછળ કોવિડ કારણભૂત હોવાનું ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો છે. આ સાથે કુલ મોતની સંખ્યા 153 કરતા પણ વધી ગઈ છે.રાજકોટમાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા હોવાથી ખાલી બેડની સંખ્યા વધી રહી છે હાલની સ્થિતિએ 1803 બેડ ખાલી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા માટે ફોન આવતા બંધ થઈ ગયા છે તેમજ ખાનગી હોસ્પિટલને લગતી ફરિયાદ પણ નોંધાઈ રહી નથી. હવે લોકોએ જાગૃતતા દાખવવી જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો