તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Two Km Long Canal In Khadir Desert Near Indo Pak Border Imprisoned In Satellite, Possibility Of Saraswati River Flowing

મોટા રણના પેટાળમાં વૈદિક નદીની શોધ:ભારત-પાક સરહદથી નજીક ખડીરના રણમાં બે કિલોમીટર લાંબી નહેર સેટેલાઈટમાં કેદ, સરસ્વતી નદીના વહેણની શક્યતા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાચીન સમયના ખેતરો શોધી કાઢ્યા
  • કોરોના કાળ બાદ ખોદકામ સાથે સંશોધન હાથ ધરાશે
  • બોર્ડર વિસ્તારમાં પ્રાચીન ખેતરો પણ સેટેલાઇટ ઈમેજમાં દેખાયા

ભારત-પાક સરહદથી નજીક ખડીર વિસ્તારમાં બે કિલોમીટર લાંબી નહેર સેટેલાઈટમાં કેદ થઇ છે અને આ વહેણ સરસ્વતી નદીનું હોવાની શક્યતા ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે દર્શાવી છે. ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડો પી.એસ ઠક્કરે કોરોનાકાળમાં ઘેર બેઠાં વિવિધ ઉપગ્રહોની તસવીરોનો અભ્યાસ કર્યો હતો.આ તસવીરોની મદદથી તેમણે કચ્છના મોટારણમાં બોર્ડર પિલર 1119 તથા 1120ની દક્ષિણે એક લાંબી પ્રાચીન નહેર તથા પ્રાચીન સમયના ખેતરો શોધી કાઢ્યા છે.આ ઉપરાંત બોર્ડર પિલર 1135 ની પૂર્વમાં તથા અગ્નિ ખૂણામાં પણ ખેતરો પણ દેખાયા છે.મહત્વની બાબત એ છે કે,સરસ્વતીનો પ્રવાહ કચ્છના મોટારણના પૂર્વ ભાગમાં આવતો હતો,તે પ્રવાહમાંથી કાઢેલી આશરે બે કિ.મી. લંબાઈની નહેર પણ તેમણે ઉપગ્રહ તસ્વીરોથી શોધી છે.કોરોના કાળ પૂરો થાય અને સરહદ પરની પરિસ્થિતિ થાળે પડે પછી સ્થળ પર જઈ તેનો સમયગાળો શોધશે તેમ ડો ઠક્કરે જણાવ્યું હતું.

પ્રાચીન નદીની નહેર
પ્રાચીન નદીની નહેર

આ સંશોધનમાં ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક દીપકભાઈ મારૂ મદદરૂપ બન્યા
પાકિસ્તાનમાં આવેલ ઘોરલાસ સાઈ અને બોરી ગામની દક્ષિણે ભારત પાકિસ્તાન સરહદથી ખડીર ટાપુ તરફ મરુડા ટક્કર ટાપુની વાયવ્ય દિશામાં પાણીની અંદર મોટી નહેર જેવું બાંધકામ ઉપગ્રહની મદદથી દેખાય છે.જેની લંબાઈ આશરે બે કિલોમીટર જેટલી છે.આ નહેર તથા તેમાં દબાણથી આવતું પાણી જે નીચેના ભાગમાં બે શાખામાંથી જાણે બહાર નીકળતું હોય તેવું ઉપગ્રહ ની તસવીરમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે.આ સિવાય પશ્ચિમ કચ્છમાં પણ સરહદી વિસ્તારમાં એક લાંબી નહેર તેમના ધ્યાને આવી છે,જો કે તેની લંબાઈનું અનુમાન લગાવાઈ શક્યું નથી.ડો.ઠક્કર એવું માને છે કે,રણમાં ભુતળમાં પાણીના વહેણોમાં થતા ફેરફારના કારણે પણ કદાચ કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના-મોટા ધરતીકંપના આંચકા આવતા હશે.આ સંશોધનમાં ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક દીપકભાઈ મારૂ મદદરૂપ બન્યા હતા.

સિંધ જેવી નહેર અને નદીઓ કચ્છમાં હતી
ડો. ઠક્કરે જણાવ્યું હતું કે,આજે સિંધમાં જુદા જુદા વિસ્તારમાં વિવિધ નાની મોટી નદીઓ જે રીતે વહી રહી છે અને એકબીજાને મળે છે અને નહેરો અને રસ્તા જે રીતે કાંઠા વિસ્તારમાં જોવા મળે છે તેવી પરિસ્થિતિ કચ્છના મોટા રણમાં ભૂતકાળમાં હતી.

આઈઆઈટી ખડગપુર પણ ધોળાવીરા અને સરસ્વતીને જોડી ચૂક્યું છે
ધોળાવીરાની હડપ્પા સંસ્કૃતિ અન્ય કોઈ જ કારણોસર નહીં પણ સરસ્વતી નદી જે હિમાલયની ગોદમાંથી આવીને કચ્છ વહેતી હતી,તે સુકાવાથી નાશ પામી હોવાની પ્રબળ શક્યતા સાથેનું રસપ્રદ સંશોધન આર્કિયોલોજીકલ અને જિયોલોજિકલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ખડગપુર દ્વારા કરવામાં આવ્યું હતું,આ સંશોધનપત્ર ખ્યાતનામ વિલી જર્નલ ઓફ ક્વાટનરી સાયન્સ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.સરસ્વતીની કેનાલ ખડીર નજીક હોતા આ વાતને વધુ એક સમર્થન મળી રહ્યું છે.

ભૂકંપ સમયે રણમાં નીકળેલું પાણી 12000-89000 વર્ષ જૂનું
વેદિક સરસ્વતી નદીના કચ્છના રણમાં જુદા જુદા પ્રવાહોનો અભ્યાસ ડો.ઠક્કરે ઉપગ્રહની તસવીરોની મદદથી અગાઉ પણ કર્યો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપ સમયે રણમાં જે પાણી નીક્ળ્યું હતું તેનો અભ્યાસ કરી તે 12000 વર્ષ થી 89000 વર્ષ જૂનું પાણી હતું તે પણ તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રતિપાદિત કર્યું હતું જે વૈજ્ઞાનિક જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું હતું.

કચ્છની 4 નદીઓથી લાલ ચોખાની ખેતી થતી હોવાનો ઉલ્લેખ
કચ્છનું મોટું રણ ભૂતકાળમાં ફળદ્રુપ પ્રદેશ હતો.અહીં લાલ ચોખા,શાળી ચોખા ઉગતા હતા અને આ ચોખાની નિકાસ બસ્તા બંદર તથા જખૌ બંદરથી થતી હતી તેવું સાહિત્યમાં વાંચવા મળી રહ્યું છે.સરસ્વતી, સિંધુ,સતલજ,નરા તથા અન્ય ધોરો પુરણ જેવી નાની નદીઓમાંથી નહેરો કાઢી આ વિસ્તારમાં ચોખાની ખેતી થતી હતી.પરંતુ ડો. ઠક્કર આટલા વર્ષોથી રણમાં વિવિધ વિસ્તારમાં ફરતા હતા તથા ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કરતા હતા,છતાં પણ તેમને ખેતરોની કે નહેરોની કોઈ નિશાની કોઈ પણ સ્થળે જોવા મળી ન હતી.અંતે આ નહેરની ઉપગ્રહની તસ્વીર સામે આવતા આ વાતને સમર્થન મળ્યું છે.

કોઈ ઔદ્યોગિક ગતિવિધિ કે BSFનું હોવરક્રાફ્ટ પણ નહીં !
ઉપગ્રહની તસવીરોની મદદથી કચ્છના મોટા રણના પૂર્વ ભાગમાં જે સરસ્વતીનો જૂનો પ્રવાહ હતો તેમાંથી નહેરો કાઢી હશે તેવી સંભાવના વચ્ચે,જેમાંની એક નહેર આશરે બે કિલોમીટર અને ત્રેપન મીટર જેટલી લાંબી નહેર ઉપગ્રહ તસ્વીરમાં જોઈ શકાય છે તેમ ડો ઠક્કરે જણવ્યું હતું.સીમા સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓને તેમણે પૂછવાથી જાણવા મળયું કે,રણના પૂર્વ ભાગમાં કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ નથી અને બીજું કે,જે આવું બંધારણ દર્શાવે છે તેવું કોઈ હોવરક્રાફ્ટ જેવું વાહન પણ ત્યાં ગયું નથી.જેથી આ એક પ્રાચીન નહેર હોવાની શક્યતા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો