તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દાહોદ જિલ્લામાં અકસ્માતની બે ઘટના બાળક સહિત 2ના મોત, 3 ઘાયલ

દાહોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરોદા ગામમાં ટેમ્પોએ ટક્કર મારતાં કારમાં સવાર બાળકનું મોત
  • ભાવપુરા ગામમાં કારની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું

દાહોદ જિલ્લામાં ગતરોજ અકસ્માતની બે ઘટનામાં એક સાત વર્ષિય બાળક સહિત બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત સંદર્ભે સંબંધીત પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દાહોદ તાલુકાના ખરેડી ગામમાં રહેતા પંકજભાઇ નારસીંગભાઇ પરમાર તેમની સાસરી ખરોદામાં ચાંદલાવીધી પતાવી જીજે-20-એ-7523 નંબરની કારમાં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં દાહોદથી ચાકલીયા જવાના રોડ ઉપર ખરોદા ગામે જીજે-09-ટી-7610 નંબરના ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઇડ લાઇટ કે ડીપર બતાવ્યા વિના અચાનક ચોસાલા જવાના રોડ તરફ વાળી દેતાં પંકજભાઇની કાર સાથે અકસ્માત થયો હતો.

જેમાં કારમાં સવાર 7 વર્ષિય રાજવીર અલ્કેશ સંગાડાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જ્યારે સાહીલભાઇ પંકજભાઇ પરમારને માથાના ભાગે ગંભીર ઇજા અને રાહુલભાઇ મેંદાલભાઇ પરમારને શરીરે સામાન્ય ઇજા કરી ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે ટેમ્પો ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બીજી ઘટનામાં ઝાલોદ તાલુકાના થેરકા ગામનો અંકિતભાઇ મલસીંગભાઇ સંગાડા પોતાની આર.જે.-03-એસ.કે.-0057 નંબરની બાઇક ઉપર તેમના કુટુંબી પ્રવિણ રૂપસીંગ સંગાડાને તેની સાસરી ધાવડીયા મુકી પરત આવતો હતો. તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં દાહોદ તરફથી આવતી આર.જે.-03-સીએ-9601 નંબરની કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝાલોદ ભાવપુરા બાયપાસ રોડ ઉપર અંકિતની બાઇકને અડફેટે લેતા મોટર સાયકલ રોડ ઉપર ફેંકાતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી પોતાની ગાડી મુકી ચાલક ભાગી ગયો હતો.

અકસ્માતમાં અંકિતના બન્ને પગ ભાગી ગયા હતા તેમજ માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. લાશને પીએમ અર્થે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. મૃતકના કાકા મસુલભાઇ સંગાડાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો