સુરત / બે દિવસ પહેલાં લાજપોર જેલમાંથી છૂટેલા ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગારની બે ગોળી મારીને હત્યા

મૃતક સચિન
મૃતક સચિન

  • પાંડેસરાનો સચિન મિશ્રા હત્યાની કોશિશના ગુનામાં બે માસથી જેલમાં હતો
  • 3 હુમલાખોરોએ મકાનમાં ઘૂસીને ફાયરિંગ કરતાં મહિલા બેભાન થઈ ગઈ

Divyabhaskar.com

Jan 25, 2020, 04:51 AM IST

સુરતઃ પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે રીઢા ગુનેગાર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ હત્યા ગેંગવોરમાં થઈ હોવાની આશંકા છે. મરનાર સચિન દિનેશ મિશ્રા બે દિવસ પહેલાં લાજપોર જેલમાંથી છુટયો હતો.

પોલીસ આ મામલે ચૂપ રહી
ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિષના ગુનામાં તે બે મહિનાથી જેલમાં બંધ હતો. ત્રણ હુમલાખોરોએ બાઇક પર આવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું, જેમાં સચિન મિશ્રાને પહેલી ગોળી ગળાના ભાગે વાગતાં તે જીવ બચાવી નજીકમાં એક મકાનમાં ઘુસી ગયો હતો. જ્યાં પણ હુમલાખોરોએ દોડી આવી બીજી ગોળી માથામાં મારી દેતા તે ત્યાં ઢળી પડયો હતો અને ગણતરીની મિનીટોમાં તેનું મોત થયું હતું. હુમલાખોરોએ મહિલાના મકાનમાં ઘુસીને સચિન પર ફાયરિંગ કરતાં મહિલા ગભરાઇ જવાથી બેભાન થતા સ્થાનિક લોકો અને પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે રીઢો ગુનેગાર સચિન મિશ્રા(25) ગુડ્ડ ગેંગનો માણસ છે અને હાલમાં રીઢોચોર ગુડ્ડુ પણ લાજપોર જેલમાં બંધ છે. દેશી તંમચાથી સચિનની હત્યા કરવામાં આવી છે. સચિન મિશ્રા પાંડેસરા બાલાજીનગરમાં માતા-પિતા સાથે રહે છે અને શુક્રવારે સાંજે તે ગીતાનગરમાં આવ્યો હતો. તે વખતે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. હુમલાખોરોએ સચિનની હત્યાની રેકી પણ કરી હતી, ગીતાનગર સોસાયટીમાં સચિન કોને ત્યાં આવ્યો હતો તે અંગે પોલીસે કોઈ ફોડ પાડયો નથી.

X
મૃતક સચિનમૃતક સચિન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી