તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Inches Of Rain In Rajkot, 35 Km Due To Depression In The Arabian Sea. The Wind Blew With Speed, Today Will Be Cloudy Weather

મેધરાસ:રાજકોટમાં બે ઈંચ વરસાદ, અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે 35 કિ.મી. ઝડપ સાથે પવન ફૂંકાયો, આજે વાદળછાયુ વાતાવરણ રહેશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા
  • સોમવાર સાંજ સુધીમાં વાતાવરણ ચોખ્ખું થશે અને તે પછીના સપ્તાહમાં ઠંડીનો ચમકારો આવે તેવી શક્યતા : સામાન્ય કરતા ત્રણ ગણી ઝડપે પવન ફૂંકાયો

રાજકોટમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં જ બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાત્રીના સમયે અલગ અલગ સ્થળોએ વરસવાનું ચાલુ રહ્યું હતું.રાજકોટમાં વહેલી સવારે 3000 મીટરની વિઝિબિલિટી હતી, ઝાકળ હટતાં જ 5000 મીટર થઈ હતી અને દિવસ દરમિયાન તેટલી જ રહી હતી. જો કે સાંજના 5.30 વાગ્યા બાદ વાદળો ઘેરાવાના શરૂ થયા હતા અને મોડી સાંજ થઈ હોય તેવું અંધારું થઈ ગયું હતું. 6 વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને તેની સાથે જ ભારે પવન શરૂ થયા હતા.

8 વાગ્યા સુધીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઈંચ વરસાદ પડી ગયો હતો. જેથી માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સાંજના સમયે પવન 35 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિએ રહ્યા હતા. સામાન્ય રીતે પવનની ઝડપ 10થી 12 કિ.મી. હોય છે પણ રવિવારે સાંજના સમયે તે 35 સુધી પહોંચી ત્રણ ગણી થઈ હતી. વરસાદ અને ભારે પવનને કારણે વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર પર જે ડિપ ડિપ્રેશન છે તેની અસરને કારણે સૌરાષ્ટ્ર પર ભેજ વધી જતા વરસાદ શરૂ થયો છે અને સોમવારની વહેલી સવાર સુધી છૂટક છૂટક ઝાપટાં પડી શકે છે ભારે વરસાદની કોઇ શક્યતા નથી. સોમવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને સાંજ બાદ વાદળો હટી જશે અને ચોખ્ખું થઈ જશે. તેના એક સપ્તાહથી 10 દિવસ બાદ ઠંડીનો પ્રથમ ચમકારો રાજકોટમાં અનુભવાશે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીનું લો પ્રેશર હવે છેક ઓમાન પહોંચશે
બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે ડિપ્રેશનમાં ફેરવાઈ અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ લાવ્યું હતું. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી હતી અને લો પ્રેશરમાં ફેરવાઈ હતી પણ દરિયા પાસે પહોંચતા જ તેને ભેજ મળી રહેતા ફરી મજબૂત બન્યું હતું અને દરિયામાં જ આગળ વધતા ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જેને કારણે સૌરાષ્ટ્રમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. આ ડિપ્રેશન હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમી અને બફારા વચ્ચે રવિવારે રાજકોટમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. વરસાદ પડવાને કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહનચાલકોને હાલાકી થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો