તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સિંગરોલીમાં કોલસો ભરેલી માલગાડીની એકબીજા સાથે ટક્કર, આ ઘટનામાં 3 રેલવે કર્મચારીના મોત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિંગરોલીમાં આ રેલવે ટ્રેકનો ઉપયોગ કોલસાના પરિવહન માટે કરવામાં આવે છે
  • સિંગરોલીના બેઢન વિસ્તારમાં રિહન્દ નગરમાં ઘટના બની
  • એક માલગાડી કોલસો ભરીને, બીજી માલગાડી ખાલી આવી રહી હતી

સિંગરોલીઃ NTPCની કોલસાનું વહન કરતી માલગાડીની રવિવારે વહેલી સવારે એકબીજા સાથે ટક્કર થઈ છે. આ ઘટનામાં 3 લોકો પાયલટનું મોત થયું છે. બેઢન વિસ્તારના રિહન્દ નગરમાં એક માલગાડી કોલસો ભરીને જતી હતી જ્યારે બીજી માલગાડી ખાલી પરત ફરી રહી હતી. બન્ને ગાડીની ઝડપ ખૂબ હતી. ટક્કર બાદ બન્ને ટ્રેનનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો, જેને પગલે માલગાડીમાં સવાર કર્મચારી અંદર જ ફસાઈ ગયા હતા. સૂચના મળ્યા બાદ ઘટના સ્થળ પર CISF,SDM અને પોલીસ પહોંચી હતી.
ટક્કર બાદ ગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કોલસા ભરેલી માલગાડીના ડબ્બા ખાલી માલગાડીના એન્જીન પર પડ્યા હતા, આ એન્જીનમાં 3 લોકો પાયલટ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેક પર આ પ્રકારની પ્રથમ દુર્ઘટના સર્જાઈ છે. આ રેલવે ટ્રેકનો ઉપયોગ કોલસાના પરિવહન માટે કરવામાં આવે છે. આ ઘટનામાં મોટી લાપરવાહી સામે આવી શકે છે કારણ કે એક જ ટ્રેક ઉપર બે માલગાડી કેવી રીતે આવી શકે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો