પાટણ / કાતરા પાસે કાર ઝાડ સાથે અથડાતાં સાસુ- વહુનાં મોત, બે ઈજાગ્રસ્ત

two died and two injured in car accident

  • કાર આગળ નીલ ગાય આવી જતાં થયેલો અકસ્માત

Divyabhaskar.com

Mar 12, 2020, 08:36 AM IST
પાટણઃ કાતરા ગામનો પરિવાર મેસર ગામે શ્રીમંતના પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે કકાર આગળ નીલ ગાય આવતા કાર લીમડા સાથે અથડાઇ હતી જેમાં ગાડીમાં સવાર સાસુ-વહુના સારવાર દરમ્યાન મોત થયાં હતાં. જયારે કારચાલક અને તેમના કાકી હાલમાં સારવાર હેઠળ છે.
સરસ્વતી તાલુકાના કાતરા ગામે રહેતા દિનેશભાઇ અમુભાઇ પટેલ તેમની પત્ની પીન્કીબેન અને માતા કુવરબેન અને કાકી બબીબેન ભીખાભાઇ પટેલ તેમની કાર એમએચ 04 એચએક્ષ 9636 લઇને મંગળવાર સવારે મેસર ગામે ફોઇના છોકરાની વહુના શ્રીમંતમાં રહ્યા હતા ત્યારે મેસર અચાનક દોડી આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો રોડની સાઇડમાં લીમડાના ઝાડે ટકરાતાં ચાર વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જેમાં પીન્કીબેન અને કુવરબેનને ધારપુર સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ જયારે ઇજાગ્રસ્ત કાર ચાલક દિનેશભાઇ સદભાવના હોસ્પિટલ અને બબીબેનને જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
X
two died and two injured in car accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી