તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં બહેનની નજર સામે જ ભાઈને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી દેવાયો, બે દિવસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • ઠક્કરબાપાનગર વિસ્તારમાં માથાભારે વિજય ચુનારા અને તેના મિત્રોએ અગાઉની અદાવતમાં હત્યા કરી

બાપુનગર વિસ્તારમાં આવેલા ઠક્કરનગરમાં રહેતો ધર્મેશ રંગારી નામનો યુવાન શુક્રવારે રાત્રે તેની સગી બહેનને લઈને નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યો હતો તે દરમિયાન રસ્તામાં છે જેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો તે વિજય ચુનારા તેના સાગરીતો સાથે મળ્યો હતો. જ્યાં ધર્મેશ અને વિજય વચ્ચે ઝઘડો થતાં વિજય અને તેના સાગરિતોએ ભેગા મળી દક્ષાની નજર સામે જ ધર્મેશને ચપ્પુના સંખ્યાબંધ ઘા માર્યા હતા. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધર્મેશ રંગારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વિજય ચુનારા તેના ભાઈ ભરત સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રસ્તા વચ્ચે છરીના ઘા માર્યા
ભાઈના વિધિવત લગ્નની અને રક્ષાબંધનની તૈયારીઓ કરી રહેલી બહેનને કલ્પના પણ ન હતી કે, થોડા સમયમાં ભાઈ હવે દુનિયામાં નહિ હોય. ઠક્કરબાપા નગરમાં વસંતનગર ખાતે રહેતાં 26 વર્ષીય ધર્મેશ અશોક રંગારેએ 6 દિવસ અગાઉ તેની ચાલીમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. વિધિવત લગ્નની તારીખ નક્કી હોવાથી પરિવારજનો લગ્નની અને રક્ષાબંધનની તૈયારીઓમાં વ્યસ્ત હતા. શુક્રવારે રાત્રે ધર્મેશ અને તેની બહેન દક્ષા નાસ્તો લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં દક્ષાએ જેને ધર્મનો ભાઈ માન્યો હતો અને માથાભારે શખ્સ વિજય કાંતિ ચુનારા, તેના ભાઈ ભરત અને તેમના સાગરીતોએ ધર્મેશ અને દક્ષા બંન્નેને રોક્યા હતા. વિજય અને અજય ઝંડાવાળાએ પોતાની પાસેના ચાકુ કાઢી દક્ષાની નજર સામે જ તેના ભાઈ ધર્મેશને ચાકૂના અસંખ્ય ઘા મારી દીધા હતા. ધર્મેશને બચાવવા આવેલા કમલેશને પણ આરોપીઓએ તારા પણ આ જ હાલ કરીશું તેમ જણાવી સાઈડમાં રહેવા કહ્યું હતું.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
દક્ષા અને તેના પરિવારે સાંકડી ગલીમાં એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોઈ ઈજાગ્રસ્ત ધર્મેશને લારીમાં નાંખી ઠક્કરનગર બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા ત્યાંથી 108માં સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. શનિવારે સવારે ધર્મેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે દક્ષા રાઠોડની ફરિયાદને આધારે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. જોકે સારવાર દરમિયાન ધર્મેશનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser