તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મહેસાણામાં IPLની મેચ પર સટ્ટો રમતાં બે બુકી ઝડપાયા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 66890નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણામાં એરોડ્રામ રોડ પર આવેલા આસ્થા વિહાર ફ્લેટમાં એલસીબી પોલીસે રેડ કરી મકાનમાં બેસી મોબાઇલ પર ક્રિકેટ સટ્ટાબેટિંગ કરતા બે શખ્સોને રૂ.66,890ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહેસાણા એલસીબીના એએસઆઇ દિનેશભાઇ અને પો.કો. વિષ્ણુભાઇને મળેલી બાતમી આધારે પોલીસે આસ્થા વિહાર ફ્લેટમાં સી-101 નંબરના મકાનમાં આઇપીએલ 20-20 મેચના જીવંત પ્રસારણ સમયે જ રેડ કરી હતી. ત્યારે ટીવીમાં મેચ જોઇ મોબાઇલથી ગ્રાહકોને ભાવ તાલ આપી સટ્ટાબેટિંગનો જુગાર રમી રમાડતા વિક્રમ કાન્તીભાઇ પટેલ અને પરા ચોથી ઓળમાં રહેતા દર્શન જગદીશભાઇ પટેલને પકડી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1290, ચાર મોબાઇલ રૂ.35500, ટીવી સેટઅપ બોક્સ સાથે રૂ. 15 હજાર, લેપટોપ રૂ.15 હજાર, મોબાઇલ ચાર્જર રૂ.100 તથા સટ્ટાના આંકડા લખેલો ચોપડો મળી રૂ.66,890નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ મામલે વિક્રમ પટેલ અને દર્શન પટેલ વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો