તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત સર્જાયો:એક જ દિ'માં બે બાઇક સવારે જીવ ગુમાવ્યા, શહેરમાં બે જીવલેણ અકસ્માત સર્જાયા : ડમ્પર અડફેટે બાઇક સવાર 1નું મોત, 1 ઘાયલ

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી સુંદરપુરી પાસે પણ બુલેટ અને બાઇક ટકરાતાં એક યુવાનનું મોત, 1 ઘાયલ : સંકુલમાં વધતા વાહન વ્યવહાર વચ્ચે અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની

છેલ્લા ઘણા સમયથી અકસ્માત ઝોન બનેલા ગાંધીધામ સંકુલમાં રવિવાર એક જ દિવસમાં બે જીવલેણ અકસ્માત સર્જાયા હતા જેમાં હાઇવે પર ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતાં એકનું મોત અને એક ઘાયલ થયો હતો , તો નવી સુંદરપુરી ગેટ પાસે બુલેટ અને બાઇક ટકરાતા઼ થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું તો પાછળ સવારને ઇજાઓ પહોંચી હતી.અંજારના મેઘપર બોરીચી ખાતે રહેતા અને ગાંધીધામ જીઆઇડીસીમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય બ્રિજેશકુમાર વિધ્યાચંદ ભગતે ફરિયાદ નોંધાવી છે કે,

ગત સાંજે તેઓ અંજારના રઘુવીરનગરમાં રહેતા નરેશભાઇ મનસુખભાઇ ચોટારા બન્ને લુણવામાં આવેલી સિમ્પેક્ષ કોક કંપનીમાંથી નીકળી બાઇકથી અંજાર જવા રવાના થયા હતા ત્યારે ગાંધીધામ હાઇવે ઉપર આવેલા ગાયત્રી પેટ્રોલપમ્પ સામે પૂરપાટ આવેલા હાઇવા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને હાઇવા ચાલક ઉભો પણ રહ્યો ન હતો.

આ અકસ્માતમાં બાઇકમાં પાછળ સવાર નરેશભાઇ સુખભાઇ ચોટારાને અતિ ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું અને બ્રિજેશકુમારને જમણા ખભા અને જમણા પગના ઘૂંટણમાં ઇજાઓ પહોંચી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા હાઇવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ અકસ્માતને કારણે મૃતક યુવાનના પરિવાર અને સમાજમાં માતમ છવાયો છે.

તો નવી સુંદરપુરીના ભરવાડવાસમાં રહેતા છગનભાઇ મૈયાભાઇ ભરવાડે એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના સાઢુભાઇ અને પુત્ર કમલેશ બાઇક લઇને સવારે સેંટ્રિંગના કામ માટે નિકળ્યા હતા ત્યારે નવી સુંદરપુરી ગેટ પાસે રામબાગ રોડ તરફથી પૂરપાટ ગતિએ આવેલા બુલેટ ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં બાઇક ચલાવી રહેલા ખોડાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું તો ફરિયાદી છગનભાઇના પુત્ર કમલેશને હાથમાં ફ્રેક્ચર અને શરિરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બુલેટ ચાલક નાસી ગયો હતો. પોલીસે બુલેટ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝોન વિસ્તારમાં બે બાઇક ટકરાતાં આધેડને ઇજા
કિડાણા રહેતા અને ફ્રી ટ્રેડ ઝોનની કંપનીમાં નોકરી કરતા 50 વર્ષીય અસદમહેંદી ગુલામહૈદર સૈયદ તા.21/11 ના રાત્રે પોતાની નોકરી કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડમાં આવેલા જીજે-12-ડીએફ-5032 નંબરની બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતાં તેઓ ફંગોળાયા હતા જેમાં તેમને જમણા પગના સાથળમાં તથા ડાબી બાજુના ખભા માં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. તેમણે બી-ડિવિઝનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોરવાઇ ગયેલી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવાની જરૂર
છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સંકુલમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે જેને સુચારૂ કરવાની જરૂર છે, ટાગોર રોડ ઉપર 40 ની ગતિ મર્યાદાનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડ્યું હોવા છતાં નથી કોઇ વાહન ચાલક અમલ કરતા અને નથી કોઇ તંત્ર દ્વારા ધ્યાન અપાતું. સ્પીડગન ટ્રાફિક પોલીસને ત્રણ વર્ષથી ફાળવાઇ છે પણ આ સ્પીડ ગનનો ઉપયોગ થતો નથી ત્યારે જો અકસ્માતો નિવારવા હોય તો ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવી જરૂરી હોવાની માંગ ઉઠી રહી છે.

તાલપત્રી સહિતના નિયમોને નેવે મુકી દોડતા ડમ્પરો પર તવાઇ ક્યારે ?
ગાંધીધામ હાઇવે સાથે શહેરની અંદર પણ બેફામ ગતિએ દોડી રહેલા આ હાઇવા ડમ્પર ચાલકો તમામ નિયમોને નેવે મુકી વાહન વ્યવહાર કરી રહ્યા છે અને સમયાંતરે અકસ્માતો પણ સર્જી રહ્યા છે. આ ડમ્પરમાં કાંકરી, રેતી ભરેલા હોય છે પરંતુ તાલપત્રી વગર હાંક્યે રખાતા હોય છે, તો આડેધડ પાર્કિંગ, રેડિયમ વગર તમામ નિયમોને તોડી આ હાઇવા દોડી રહ્યા છે ત્યારે તેમના વિરૂધ્ધ હવે કડક કાર્યવાહી ક્યારે કરાશે એ સવાલ ઉભો થઇ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો