તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:રીઢા ગુનેગારની રિવોલ્વર-કારતૂસ વેચવા નીકળેલા બે શખ્સ ઝડપાયા

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુવાડવા ચોકડીથી વાંકાનેર જવાના રસ્તેથી ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો
  • ફાઇનાન્સનું કામ કરતા રીઢા ગુનેગારને પણ પોલીસે પકડ્યો

કુવાડવા ચોકડીથી વાંકાનેરના રસ્તે પેટ્રોલિંગમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાઇક સવાર બે શંકાસ્પદ શખ્સને અટકાવ્યા હતા. પૂછપરછમાં સેટેલાઇટ ચોક, સ્વસ્તિક વિલા-1માં રહેતા સાગર ઉર્ફે મેહુલ ઘોઘા બાંભવા અને દિગ્વિજયનગરમાં રહેતા ધારા જાલા રાતડિયા હોવાનું જણાવ્યું હતું.

તલાશીમાં રિવોલ્વર, ચાર જીવતા કારતૂસ મળી આવતા બંનેની અટકાયત કરી હતી. પૂછપરછમાં હથિયાર મૂળ મોરબી અને હાલ નવાગામમાં રહેતા મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવત નામના શખ્સનું હોવાનુ઼ અને તેને વેચવા માટે આપ્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસ તુરંત નવાગામ દોડી જઇ મનીષને ઝડપી લીધો હતો. મનીષની પૂછપરછમાં તે ફાઇનાન્સનું કામ કરતો હોવાથી સીનસપાટા કરવા એક વર્ષ પહેલા હથિયાર ખરીદ્યું હતું, પરંતુ પૈસાની જરૂરિયાત ઊભી થતા હથિયાર વેચવા સાગરને આપ્યું હતું. ત્યારે જમીન લે-વેચનું કામ કરતા સાગર અને ધારા હથિયાર વેચવા જતા પકડાઇ ગયા હતા. સામે મોરબીમાં અગાઉ મારામારી, છેતરપિંડી સહિત પાંચ ગુના નોંધાયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો