તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:3.80 લાખની છેતરપિંડીમાં બે ઝડપાયા, ગિરધર ફરાર

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફરાર ગીરધર પરમાર
  • રાવપુરા એફોર્ડેબલ હા. કચેરી બહાર બેસી રહેતો

મુખ્યમંત્રી આવાસ યોજના ગરીબ વર્ગના લોકોને મકાન અપાવવાનો વિશ્વાસ આપી 3.80 લાખની છેતરપિંડીમાં વારસિયા પોલીસે ત્રિપુટી પૈકી બેને ઝડપી પાડ્યા છે. આજે બંને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનો અપાવવાના બહાને છેતરપિંડી આચરાતી હોવાની વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જેમાં અર્જુન મારવાડી, હિતેશ ખેમચંદાણી અને ગિરધર પરમાર નામના ત્રણ શખ્સોએ મકાન લેવા ઇચ્છુક લોકો પાસેથી 3.80 લાખ પડાવી મકાન આપ્યું ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હિતેશ હેમચંદાણી અને અર્જુન મારવાડીની અટકાયત કરી છે, જ્યારે ગિરધર પરમારની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. માસ્ટર માઇન્ડ ગિરધર પરમાર શ્રી પાલન સેવા સંસ્થાનો પ્રમુખ હોવાનું અને તેની ઓફિસ વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે હોવાનું લોકોને કહેતો હતો. રાવપુરા ખાતે એફોર્ડબલ હાઉસિંગની કચેરીની બહાર બેસી આવાસ યોજનામાં મકાન લેવા ઇચ્છતા ગરીબ લોકો સાથે પરિચય કેળવતો હતો.

ફરિયાદની ધમકી આપતાં નાણાં પરત કર્યાં
સંગમ ચાર રસ્તા પાસે રહેતી મહિલાને કારેલીબાગમાં મુખ્યમંત્રી યોજનામાં બી બ્લોકમાં 302 નંબરનું મકાન મળશે તેમ કહી ઠગ ગિરધરે 20 હજાર ચેકથી લીધા હતા. ત્યારબાદ સરખો જવાબ ન આપતાં તેમણે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતાં નાણાં પરત કર્યાં હતાં.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો