અમદાવાદ / દિલ્હીની કંપનીના કર્મચારીને ગોંધી રાખી 10 લાખની ખંડણી માગનાર બે ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • એક સંસ્થાને દાન આપવાનું હોવાથી ચકાસણી માટે આવ્યો હતો
  • વેજલપુર પોલીસે અપહ્યત કર્મચારીને હેમખેમ છોડાવ્યો, 2 વોન્ટેડ

Divyabhaskar.com

Jan 25, 2020, 02:10 AM IST
અમદાવાદ: દિલ્હીની કંપનીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબ્લિટી માટે દામનગર, અમરેલીની એક સંસ્થાને દાન કરવા સંદર્ભે તપાસ કરવા માટે આવેલા કંપનીના કર્મચારીને અમદાવાદમાં બળજબરી કરી કારમાં ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ ફેરવી કંપનીના માલિક પાસે રૂ.10 લાખની ખંડણીની માગ કરી હતી. વેજલપુર પોલીસે અપહૃતને છોડાવી બે અપહરણકર્તાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી વોન્ટેડ છે.
10 લાખ આપે પછી જ તને અમદાવાદથી છોડીશું
આરકે એન્ટરપ્રાઇઝ તથા એમઆરકે કોમ્યુનિઝ પ્રા.લિ. કંપનીના માલિક રામકુમાર પ્રજાપતિએ કર્મચારી રવિ પ્રેમદત્ત શર્માને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગુજરાત મોકલ્યા હતા. તૌફીકખાને તેની સાથેના ભરત સિંઘવી, સતીષકુમાર યાદવ તથા સલીમખાનનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સલીમખાને રવિ શર્માને બળજબરીથી કારમાં બેસાડી ધમકી આપી હતી કે, તારા શેઠને કહે કે અમે તમારી કંપનીમાં 10 લાખ જમા કરાવ્યા છે તે પાછા આપે પછી જ તને અમદાવાદથી છોડીશું. રવિએ કંપનીના માલિકને ફોન કરતા તેમણે 10 લાખ મોકલી આપવાનું કહ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરી રવિને છોડાવાયો હતો.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી