તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વરસાદ:ભારતનગર માર્ગે અઢી ફુટ પાણી ભરાયા!

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે વાહન ઘસડી જતા લોકોએ રાડારાડ કરીને નગરસેવકો સામે રોષ ઠાલવ્યો
  • આખા શહેરમાં નાળા બને, રોડ બને તો અમારી સાથે ભેદભાવ કેમ? : ભારતનગરના હજારો લોકોએ અપનાવ્યો લડાયક મિજાજ

ગાંધીધામના ગોપાલ પુરી ગેટ થી એચપી કૉલોની, ત્યાંથી જનતા કૉલોની ત્રણ રસ્તા તેમજ ત્યાંથી ભારતનગરને મળતા માર્ગનો રોજ હજારો લોકો આવન જાવન માટે ઉપયોગ કરે છે. પરંતુ વર્ષોથી આ રોડ પર નાના વરસાદી ઝાપટા બાદ પણ પાણીનો મોટા પાયે ભરાવો થઈ જાય છે. જેની પાછળ વરસાદી નાળાઓનો અભાવ, તેનું યોગ્ય જોડાણ આગળ ન હોવું અને આંતરીક નાળાઓનો અભાવ છે. જેમાં વાહન ચાલકોની સમસ્યા તુટેલા રોડ અને વહેતા કચરા, કાંપ વધારી છે. શનિવારની રાત્રે ગાંધીધામમા પડેલા વરસાદ બાદ અહિ પુરગ્રસ્ત વિસ્તાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્રી ચક્રી નહિ, પણ કાર પણ આગળ ચાલે તેમ ન હોઇ, ફસાઈ જતા રોડ પર મુકીને ચાલ્યા ગયા હતા. તો રોષે ભરાયેલા લોકોએ ફસાયેલી હાલતમાં જ રાડારાડ કરીને પ્રશાસન સામેનો રોષ વ્યક્ત કર્યો હતો, જે તેમની લાચારી પણ દર્શાવતું હતું. આ પ્રકારની સ્થિતિ અગાઉ પણ દર વરસાદના સમયે સર્જાય છે. અહિ પાલિકાએ ખોદી રાખેલા ખાડાઓમાં પણ બાઈક ફસાઈ ગઇ હતી. કંટાળેલા સ્થાનિકોએ હવે લડાયક મીજાજ દર્શાવીને બીજાજ દિવસે બેઠક યોજી હતી. જેમાં આ સ્થિતિનો સામનો કરવા માટે લોકોએ વિવિધ પગલા અંગે અને ગાંધીચીંધ્યા આંદોલનના માર્ગે જવાનો પણ નિર્ધાર કર્યો હતો. કારોબારી ચેરમેનનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયા છતાં કોઇ થઈ શક્યો નહતો. આ માર્ગ તેમના વોર્ડ વિસ્તારમાં આવે છે. વોર્ડ 5ના નગરસેવક પ્રીયાબેન ગુરબાનીએ જણાવ્યું હતું કે કામ તો લઈ લેવામાં આવ્યું છે પણ વરસાદ ચાલુ હોવાના કારણે થઈ શકતું નહતુ, તો વરસાદી નાળા પર દબાણ હોવાના કારણે ન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો