તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:પાંડેસરામાં મિત્રની હત્યા મામલે સગીર સહિત બે આરોપી પકડાયા

પાંડેસરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં 15 હજાર રૂપિયાની લેતીદેતીમાં માથેભારે શખ્સની હત્યા થઈ હતી. આ ગુનામાં પાંડેસરા પોલીસે એક કિશોર સહિત બે જણાને ઝડપી પાડયા છે. પાંડેસરા સીતા નગરમાં શનિવારે બપોરે ઘોળે દિવસે બે સગા ભાઈઓએ તેના એક મિત્ર પિન્ટુ પ્રધાનની હથોડી અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. મરણ જનાર 21 વર્ષીય પિન્ટુ શત્રુઘ્ન પ્રધાન પાસેથી તેના મિત્રોએ ઉછીના 15 હજાર રૂપિયા લીધા હતા. જેને લઈને આ ઝઘડો થયો હતો આ મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. વધુમાં પાંડેસરા પોલીસે બંને ભાઈઓને દબોચી લીધા હતા. કોરોના રિપોર્ટ આવ્યા બાદ બંનેના ધરપકડની કાર્યવાહી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો