અપકમિંગ / ગુજરાતી વિશાલ જેઠવા ‘મર્દાની 2’માં રાની મુખર્જીને ટક્કર આપશે, રેપિસ્ટનું પાત્ર ભજવ્યું

TV star child Vishal Jethwa is Rani Mukerji’s villain in ‘Mardaani 2
X
TV star child Vishal Jethwa is Rani Mukerji’s villain in ‘Mardaani 2

Divyabhaskar.com

Nov 14, 2019, 04:32 PM IST
મુંબઈઃ રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રાનીએ શિવાની શિવાજી રોય નામની મહિલા આઈપીએસનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તે એક નિર્દય રેપિસ્ટની પાછળ પડી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિતર છે. રાજસ્થાનના કોટા શહેરમાં હેવાનને પણ શરમાવે એવી ઘટનાઓ ઘટે છે. રેપિસ્ટને પકડવા માટે શિવાની શિવાજી રોય એટલે કે રાની પોતાની બધી તાકાત લગાવે છે. નિર્દય રેપિસ્ટ શિવાનીને ચેલેન્જ કરી તેની ઊંઘ હરામ કરી દે છે. ટ્રેલરમાં રેપિસ્ટની એક આછેરી ઝલક જોવા મળે છે. આ રોલ ટીવી એક્ટર વિશાલ જેઠવાએ પ્લે કર્યો છે. વિશાલ જેઠવા ટીવી સિરિયલ ‘ભારત કે વીરપુત્ર મહારાણા પ્રતાપ’માં અકબરની ભૂમિકા ભજવી હતી. વિશાલે આ સિરિયલથી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. વિશાલ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

વિશાલ જેઠવાની પ્રોફેશનલ-પર્સનલ વાતો

1. માતાના સપોર્ટને કારણે એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો

વિશાલે પોતાની એક્ટિંગ જર્ની અંગે કહ્યું હતું કે તે માતા પ્રીતિ જેઠવાના સપોર્ટ વગર ક્યારેય આટલો આગળ આવી શકત નહીં. તેની માતાએ એકલા હાથે ભાઈ-બહેનનો ઉછેર કર્યો છે. વર્ષ 2008મા અચાનક હાર્ટ એટેક આવવાથી તેના પિતા નરેશ જેઠવાનું નિધન થયું હતું. ઘર ચલાવવા માટે તેના પરિવારે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. એક સમય હતો જ્યારે કોઈએ તેમની મદદ કરી નહોતી પરંતુ તેને સફળતા મળતા જ લોકો તેની આસપાસ આવી ગયા હતાં. તે ક્યારેય બદલાયો નહીં પરંતુ તેને સફળતા તથા લોકપ્રિયતા જોઈને તેની આસપાસના લોકો બદલાઈ ગયા છે. પરિવારમાં તેનો ભાઈ રાહુલ તથા બહેન ડોલી છે. 

2. ‘ભારત કે વીરપુત્ર’ માટે ભાઈએ પણ ઓડિશન આપ્યું હતું

વિશાલે કહ્યું હતું કે વર્ષ 2013મા ‘ભારત કે વીરપુત્ર’ માટે તેણે તથા તેના ભાઈ રાહુલે સાથે ઓડિશન આપ્યું હતું. જોકે, તેની પસંદગી અકબરના પાત્ર માટે થઈ હતી. વિશાલે પોતાની પહેલી જ સિરિયલથી ચાહકોના દિલ જીતી લીધા હતાં. વિશાલે વર્ષ 2010થી એક્ટિંગ ક્લાસ જોઈન કર્યાં હતાં. 

3. સિરિયલ તથા ફિલ્મ્સમાં કામ કર્યું

‘ભારત કે વીરપુત્ર’માં અકબરનું પાત્ર ભજવ્યા બાદ વિશાલે ‘સંકટમોચન મહાબલી હનુમાન’, ‘દિયા ઔર બાતી હમ’, ‘પેશ્વા બાજીરાવ’, ‘ચક્રધારી અજય ક્રિષ્ના’ તથા ‘થપકી પ્યાર કી’ સહિતની વિવિધ સિરિયલ્સમાં કામ કર્યું હતું. વિશાલે ‘ડર@ ધ મોલ’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

4. વિશાલનો પરિવાર મૂળ ઉનાના અંબાડા ગામનો 

વર્ષ 1994મા જન્મેલ 25 વર્ષીય વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે. વિશાલનું મોસાળ દીવમાં  છે, જ્યારે વિશાલના માસા-માસી કોડીનારમાં રહે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી