અપકમિંગ / ‘સોનમ ગુપ્તા બેવફા હૈં’થી સુરભી જ્યોતિ બોલિવૂડ ડેબ્યૂ કરશે, પંજાબી સિંગર જસ્સી ગિલ સાથે જોવા મળશે

tv show ‘Naagin’ Fame Surbhi Jyoti To Make Her Bollywood Debut Opposite This Actor

Divyabhaskar.com

Oct 16, 2019, 07:11 PM IST

મુંબઈઃ ટીવી શો ‘નાગિન’ તથા ‘કુબૂલ હૈં’ની એક્ટ્રેસ સુરભી જ્યોતિ ફિલ્મ ‘સોનમ ગુપ્તા બેવફા હૈં’થી બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે પંજાબી સિંગર જસ્સી ગિલ છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. સુરભીએ ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાની ફિલ્મની જાહેરાત કરી હતી, જેમાં તેની સાથે જસ્સી પણ જોવા મળે છે.

પંજાબી ફિલ્મમાં સુરભીએ કામ કરેલું છે
સુરભી બોલિવૂડમાં પહેલી વાર કામ કરી રહી છે પરંતુ તેણે પંજાબી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. તેણે ‘કુડી પંજાબ દી’, ‘રૌલા પે ગયા’, ‘મુંડે પટિયાલા દે’માં કામ કર્યું છે. સુરભી અનેક ટીવી શોમાં કામ કર્યું છે.

જસ્સી ગિલે સોનાક્ષી સાથે પણ કામ કર્યું છે
જસ્લી ગિલે આ પહેલાં સોનાક્ષી સિંહા સાથે ‘હેપી ફિર ભાગ જાયેંગી’માં કામ કર્યું છે. જસ્સીએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ‘સોનમ ગુપ્તા બેવફા હૈં’માં જસ્સી તથા સુરભી ઉપરાંત બ્રેજન્દ્ર કાલા તથા નીલુ કોહલી પણ જોવા મળશે.

X
tv show ‘Naagin’ Fame Surbhi Jyoti To Make Her Bollywood Debut Opposite This Actor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી