• Home
  • Bollywood
  • TV
  • tv reality show Bigg Boss 13: Abu Malik Evicted from Salman Khan's Show

ઈન્ટરવ્યૂ / ‘બિગ બોસ’માંથી નીકળ્યા બાદ અબુ મલિકે કહ્યું, ઘરમાં યુવતીઓ સાથે વધુ કનેક્ટ ના થઈ શક્યો

tv reality show Bigg Boss 13: Abu Malik Evicted from Salman Khan's Show
X
tv reality show Bigg Boss 13: Abu Malik Evicted from Salman Khan's Show

Divyabhaskar.com

Oct 22, 2019, 11:04 AM IST
કિરણ જૈન, મુંબઈઃ ગયા અઠવાડિયે ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાને કહ્યું હતું કે આ વખતે ડબલ એવિક્શન થશે અને એક મેલ તથા એક ફીમેલ સ્પર્ધક બહાર જશે. છોકરાઓમાં અસિમ રિયાઝ, સિદ્ધાર્થ ડે, પારસ છાબરા તથા અબુ મલિક નોમિનેટેડ હતાં તો યુવતીઓમાં રશ્મિ દેસાઈ, માહિરા શર્માના નામ હતાં. જોકે, અચાનક એવિક્શનમાં ટ્વિસ્ટ આવ્યો અને હવે બેને બદલે માત્ર એક જ સ્પર્ધક ઘરની બહાર નીકળ્યો. આ વખતે ઘરમાંથી અબુ મલિક આઉટ થયા હતાં. ઘરમાંથી નીકળ્યા બાદ divyabhaskar.comએ અબુ મલિક સાથે વાત કરી હતી. 
 

અબુ મલિકે શું કહ્યું?

1. જેટલો સમય મળ્યો યાદ રહેશે

ઘરની અંદર મારો અનુભવ ઘણો જ સારો રહ્યો. એમ કહી શકાય કે જીવનનો સૌથી મજેદાર અનુભવ મને આ શોમાં આવીને મળ્યો. એવી ઘણી યાદો છે, જે મને જીવનભર યાદ રહેશે. વધુ સમય ના મળ્યો પરંતુ જેટલો સમય મળ્યો તે સારો રહ્યો.

2. આ ટ્વિસ્ટે મને પણ આંચકો આપ્યો

સાચું કહું તો મેં જ્યારે આ શો સાઈન કર્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો કે હું ફિનાલે સુધી તો પહોંચીશ. ત્રણ મહિના સુધી નહીં પરંતુ ચાર અઠવાડિયા તો ઘરમાં રહીશ. ફર્સ્ટ ફિનાલે છે, ત્યાં સુધી રહીશ. જોકે, મેકર્સે કોઈને તો એવિક્ટ કરવાના હતાં તો તેમણે મને જ એવિક્ટ કર્યો. મારું એવિક્શન કરીને તેમને ફાયદો જ થશે અને તેમનો ક્લાઈમેક્સ પણ ખરાબ નહીં થાય. મને લાગે છે કે મારી સાથે-સાથે સિદ્ધાર્થ ડે પણ ઘરની બહાર નીકળવાનો હતો. જોકે, આ ટ્વિસ્ટે મને આંચકો આપ્યો છે. તેને ઘરમાં રાખ્યો અને મને કાઢી મૂક્યો.

3. ઘરની સ્ત્રીઓ સાથે વધુ કનેક્ટ ના થઈ શક્યો

આ ગેમમાં મારાથી એ જ ભૂલ થઈ કે ઘરમાં હું મહિલાઓ સાથે વધુ કનેક્ટ કરી શક્યો નહીં. હું નહોતો ઈચ્છતો કે યુવાન યુવતીઓની વચ્ચે જઈને હું વધુ બેવફૂક લાગું. યુવતીઓની સાથે બેસીને વાતો કરી, તેમની સેવા કરવી, આ વાતો મને પસંદ નહોતી. સાચું કહું તો મને આ વાતનો સહેજ પણ પસ્તાવો નથી. જોકે, એક વાત છે કે ઘરમાં કોઈ સેફ નથી. દરેક લોકો એકબીજાની પીઠ પાછળ બોલતા હોય છે અને કોઈ પણ આ ગેમને સાચી રીતે રમતા નથી. તક મળે તો ફરીથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવાની ઈચ્છા છે. 

4. સિદ્ધાર્થ શુક્લા તથા શહનાઝ ગિલ સ્માર્ટ છે

સિદ્ધાર્થ શુક્લ તથા શહનાઝ ગિલ સ્માર્ટ રીતે ગેમ રમે છે. તેમને ખ્યાલ છે કે કોને કેવી રીતે જવાબ આપવાનો છે. અત્યાર સુધી બંને પોતાની રીતે યોગ્ય રમી રહ્યાં છે. પારસ છાબરા પણ આગળ જશે. 

5. સિદ્ધાર્થ તથા રશ્મિના સંબંધો અંગે સમજી ના શક્યો

સિદ્ધાર્થ તથા રશ્મિના સંબંધો અંગે વધુ સમજી ના શક્યો. બની શકે કે જ્યારે તેઓ સાથે કામ કરતાં હોય ત્યારે તેમની વચ્ચે કંઈક થયું હોય. જોકે, એટલું જરૂર છે કે તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે અને એકબીજાને સમજે છે. તેમનું આ બોન્ડિંગ ઘરમાં પણ જોવા મળે છે. 

6. છેલ્લાં 15 વર્ષમાં સલમાન ખાનને નથી મળ્યો

સલમાન ખાનને હું ટીનેજ સમયથી ઓળખું છે, જ્યારે તેણે પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યાં સુધી કે હું તેને મારા શોમાં લઈને જતો હતો. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં અમે સાથે કોન્સર્ટ કરી હતી. મેં તેના હોમ પ્રોડક્શનમાં કામ પણ કર્યું છે. જોકે, છેલ્લાં 15 વર્ષથી તેને મળ્યો નથી, હવે કેમ નથી મળ્યો તે તો મને પણ ખ્યાલ નથી. તેની સાથે કોઈ ઝઘડો થયો નથી. આટલા વર્ષો બાદ ‘બિગ બોસ’માં અમે મળ્યાં પરંતુ એવી કોઈ ખાસ વાત થઈ નથી. 

7. શો પર ધ્યાન આપીશ

હવે, ઘરમાંથી બહાર નીકળી ગયો છું તો ફરીથી મારા શો પર ધ્યાન આપીશ અને ગીતો રેકોર્ડ કરીશ. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી