શ્રદ્ધાંજલિ / ટીવી એક્ટ્રેસ સેજલ શર્માની આત્મહત્યાથી ટીવી જગત આઘાતમાં, સેલેબ્સે કહ્યું- આ ઘણું જ ખરાબ થયું

TV actress Sejal Sharma's suicide shocked the TV world, co-stars said - this was  unbelievable

Divyabhaskar.com

Jan 25, 2020, 12:17 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ સેજલ શર્માની આત્મહત્યાથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સેજલ પહેલી જ સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’થી લોકપ્રિય થઈ હતી. સેજલની કો-સ્ટાર તથા શોની લીડ એક્ટ્રેસ જસ્મીન ભસીન સહિતના ટીવી સેલેબ્સે સેજલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સોશિયલ મીડિયામાં ચાહકોએ પણ સેજલ શર્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જાસ્મીને એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘હું ઘેરા આઘાતમાં તથા ડિસ્ટર્બ છું. સેજલ ઘણી જ ખુશમિજાજી યુવતી હતી. અમારી વચ્ચે સારું બોન્ડિંગ હતું. મને ખબર નથી પડતી કે સેજલે આખરે આવું કેમ કર્યું?’ જાસ્મીને સોશિયલ મીડિયામાં પણ સેજલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ‘દિલ તો હેપ્પી હૈં જી’માં જાસ્મીને હેપ્પી મહેરાનો રોલ પ્લે કર્યો હતો.

સેજલની અન્ય કો-સ્ટાર અરુ વી વર્માએ કહ્યું હતું કે સેજલની આત્મહત્યાથી તેને ઘેરો આઘાત લાગ્યો છે. તેણે કહ્યું હતું કે તેના માટે આ વાત માનવી મુશ્કેલ છે કે સેજલ હવે આ દુનિયામાં નથી. કારણ કે તે 10 દિવસ પહેલાં જ તેને મળ્યો હતો.

સિરિયલ ‘ઉડાન’ ફૅમ ટીવી એક્ટ્રેસ મીરા દેઓસ્થલેએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ‘સેજલ, તારી આત્માને શાંતિ મળે. મારી ફ્રેન્ડે આજે તેના જીવનને ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો અને મને આઘાત લાગ્યો કે જે વ્યક્તિ હંમેશા સ્માઈલ સાથે જોવા મળતી તે ડિપ્રેશનમાં હતી. કાશ, તે કોઈને મળી હોત અને અમે તેને મદદ કરી શક્યા હોત..’

ટીવી એક્ટ્રેસ વિન્ની અરોરાએ કહ્યું હતું કે શું? આ શક્ય નથી, તે તો ઘણી જ યુવાન હતી. તો મોહિત વીજે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે આ ઘણું જ આઘાતજનક છે. તે હજી હમણાં જ સેજલ સાથે કામ કર્યું હતું. તે ઘણી જ હકારાત્મક તથા ખુશ રહેનારી યુવતી હતી. તેની પાસે આ દુઃખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી.

‘દિલ તો હેપ્પી હૈં જી’ની અન્ય એક્ટ્રેસ ડોનલ બિસ્ટે કહ્યું હતું, ‘દિલ તો હેપ્પી હૈં જી’ની સિમ્મી એટલે કે સેજલને હું ઓળખતી નથી. શોમાં લીપ આવ્યા બાદ હું આવી અને તું પહેલાં હતી. એક પત્રકારે જ્યારે તારા સુસાઈડને લઈને મને કોલ કર્યો તો હું શોક્ડ થઈ ગઈ. મારું હૃદય રડી ઉઠ્યું. હું તને ઓળખતી નથી પરંતુ મને યાદ છે કે જ્યારે હું શોમાં બીજા સ્ટાર્સ અંગે સવાલ કરતી તો તારું નામ લેવામાં આવતું. હું આ નુકસાનને સમજી શકું છું. તારી આત્માને શાંતિ મળે. કાશ..હું તને ઓળખતી હોત અને તારી મદદ કરી શકત.’

ડોનલ બિસ્ટે ઈન્સ્ટા સ્ટોરીમાં સેજલને શ્રદ્ધાંજલિ પાઠવી
સોશિયલ મીડિયામાં યુઝર્સે સેજલ શર્માને શ્રદ્ધાંજલિ પાઠવી
X
TV actress Sejal Sharma's suicide shocked the TV world, co-stars said - this was  unbelievable

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી