• Home
  • International
  • Turkey launches attacks just hours after declaration of ceasefire, bombings overnight, killing 20 civilians

સીરિયા / યુદ્ધ વિરામની જાહેરાતના અમુક કલાક પછી જ તૂર્કીએ હુમલા શરૂ કર્યા, રાતભર બોમ્બમારો, 20 નાગરિકોનાં મોત

  • અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પેન્સે કહ્યું હતું કે તૂર્કી યુદ્ધવિરામ માટે રાજી છે, 5 કલાક પછી તૂર્કીએ હુમલા શરૂ કર્યા
  • તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને કહ્યું  હજુ બોમ્બમારો ચાલુ રહેશે
  • સીરિયાથી 150 કિમી દૂર ઈરાકના બદરરાશમાં 1600થી વધુ લોકો શરણાર્થી કેમ્પ પહોંચ્યા

Divyabhaskar.com

Oct 20, 2019, 06:37 PM IST
અંકારા/ દમાસ્કસ: તૂર્કીએ સીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શુક્રવારે જોરદાર બોમ્બમારો કર્યો હતો જેમાં 20 નાગરિકો મૃત્યુ પામ્યા. આશ્ચર્યની વાત છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમુક કલાકો પહેલા જ 5 દિવસ સુધી યુદ્ધવિરામ સમજૂતી થયાની માહિતી આપી હતી. બીજી બાજુ તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ધમકી આપી છે કે હજુ બોમ્બમારો વધશે. ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે યુદ્ધવિરામના 5 દિવસમાં કુર્દ લડવૈયાઓ સરહદથી નજીકના યુદ્ધગ્રસ્ત શહેર રાસ અલ એન સહિત એ બીજા વિસ્તારોમાંથી નીકળી જશે જ્યાં તૂર્કી નિયંત્રણ ઈચ્છે છે. કુર્દ લડવૈયાઓના પ્રવક્તા મુસ્તફા બાલીએ ટ્વિટ કરી જણાવ્યું કે તૂર્કીના હુમલા જારી છે, તેણે રહેણાંક વિસ્તારોની સાથે હોસ્પિટલને નિશાને લીધી છે.
120 કલાકનું કાઉન્ટડાઉન શરૂ
એર્દોગાને કહ્યું કે 120 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. વાયપીજે એ વિસ્તારોને છોડી દેશે જેને અમે સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે સુરક્ષિત વિસ્તારોની સરહદ તેમનાથી વધુ પ્રસરશે જે અમેરિકી અધિકારીઓએ યુદ્ધવિરામ માટે ચિહ્નિત કરી છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી