તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:મોટા લંગર પધ્ધતીના લીધે પગડીયા માછીમારો ભુખમરા જેવી સ્થિતિમાં

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રીક વિસ્તારમાં નડતર રૂપ મોટા કાંઠથી માછીમારી બંધ કરાવો

જખૌથી કોટેશ્વર સુધીના દરીયાઇ ક્રીક વિસ્તારમાં મોટા લંગર પધ્ધતી તેમજ મોટા કાંઠથી થતી માછીમારી બંધ કરાવવા રેન્જ આઇજીને રજૂઆત કરાઇ હતી. આ પધ્ધતીના કારણે પગડીયા માછીમારો ભુખમરાની સ્થિતિમાં મુકાઇ ગયા છે.

સર્વોદય મત્સ્યોદ્યોગ મંડળીના હોદ્દેદારોએ રેન્જ આઇજીને રજૂઆત કરી બોર્ડર રેન્જ આઇજીપીને સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જખૌથી કોટેશ્વર સુધી ક્રીક વીસ્તારમાં મોટા લંગર, ગોજ્જા પધ્ધતી તેમજ મોટા કાઠથી માછીમારી બંધ કરવા અનેક વખત રજૂઆત કરી પણ હજુ સુધી કોઇ નિકાલ આવ્યો હતો, જેનાથી નાના વાહનોથી ધંધા કરતા માછીમારો તેમજ પગડીયા માછીમારો માટે ભુખમરા જેવી સ્થિતિ ઉભી થઇ છે. અબડાસા પ્રાંત સિવાય કચ્છ જિલ્લામાંથી આવતા અન્ય તાલુકાના માછીમારો મોટા ગોલા પધ્ધતીથી માછીમાી કરે છે જેથી સ્થાનિકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સંસ્થાના હોદ્દેદારો અને માછીમાર આગેવાનો સાથે મળી બોર્ડર રેન્જ આઇજીપીને લાંબા સમયથી નિકાલ ન થતી સમસ્યાનું હલ કરવા માટે રજૂઆત કરી હતી.

વાયોર પોલીસની જેમ જખૌ મરીન પોલીસ પણ કાર્યવાહી કરે
થોડા દિવસ પૂર્વે વાયોર પોલીસ દ્વારા મોટી ટ્રોલીંગ બોટને દીયાઇ ક્રીક વિસ્તારની 5 નોટીકલ માઇલ અંદરમાં માછીમારી કરતા પકડી હતી, પ્રતિબંધ હોવા છતા માછીમારી કરતા પકડાતા કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. જખાૈ મરીન પોલીસ દ્વારા આજ દિન સુધી એવી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો