હેર મેકઓવર / એક પરફેક્ટ દાંડિયા નાઇટ માટે ટ્રાય કરો આ લુક

Try this look for a Perfect Dandiya Night

Divyabhaskar.com

Oct 08, 2019, 01:16 PM IST

આપણે બધા આપણા લુકને લઇને રોજ કંઇક ને કંઇક એક્સપરિમેન્ટ કરતાં રહીએ છીએ. જેથી વધુ સારા લાગી શકીએ. જ્યારે વાત હોય દાંડિયાની તો દરેક મહિલાની એ ઈચ્છા હોય છે કે તે દાંડિયા નાઇટમાં સૌથી સુંદર લાગે. આ નવરાત્રિ જો તમે પણ તમારો લુક બદલવા માગતા હો તો તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરને તમે તમારો લુક બદલીને બ્યુટીફલ લાગી શકો છે, જેને જોઇને દાંડિયા નાઇટમાં સૌ કોઈ તમારા લુકના દીવાના બની જશે.

ડ્રેસ - ડ્રેસ પસંદ કરતી વખતે હંમેશા એ ધ્યાનમાં રાખો કે તેનું ફેબ્રિક હલકું અને સોફ્ટ રહે, જેથી દાંડિયા દરમિયાન તમે કપડાંના ડંખ અને ભારેપણાંથી અનકમ્ફર્ટેબલ ફીલ ન કરો.

મેકઅપ- સતત કલાકો સુધી ગરબા રમ્યા પછી પરસેવો થવો પણ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો કે તમારો મેકઅપ પરસેવાથી બગડે નહીં, તો તેનાથી બચવા માટે વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરો. આ સિવાય મેકઅપ કરતા પહેલાં ચહેરા પર આઇસ ક્યુબથી માલીશ કરવાથી પણ ફાયદો થાય છે.

હેરસ્ટાઇલ - જો તમે ગરબાના શોખીન હો અને લાંબા સમય સુધી ગરબા રમવાનું વિચારી રહ્યા હો તો કોઈપણ હેરસ્ટાઇલ કરતાં પહેલાં વાળમાં livon serum લગાવી લો. હેર સીરમ તમામ પ્રકારની હેર સ્ટાઈલ બનાવવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે તેને પ્રોટેક્ટ પણ કરે છે. આ સાથે જ વાળ ફ્રિઝી ફ્રી અને સ્મૂધ થઈ જાય છે.

જો તમે પણ પરફેક્ટ દાંડિયા લુક મેળવવા માગતા હો તો આજે અમે તમને એક નવી હેરસ્ટાઇલ જણાવીશું, જે તમારા ગરબા લુકને વધુ સુંદર બનાવશે.

ક્રિસ ક્રોસ
1. સૌપ્રથમ ભીના વાળમાં LIvon Serumના 2-3 ટીપાં લગાવો.

2. હવે કાંસકાની મદદથી વાળની ગૂંચ કાઢી લો.

3. હવે એક તરફથી થોડા વાળ લો અને પાછળની બાજુ ક્લિપ વડે પિન કરો.

4. એ જ રીતે, બીજી બાજુથી થોડા વાળ લો અને તેને પાછળની બાજુ પિન કરો.

5. જ્યાં સુધી ફોટોમાં દેખાય એ રીતે ક્રિસ ક્રોસ લુક ન બની જાય ત્યાં સુધી આ સ્ટેપ્સ કરવાનું ચાલુ રાખો.

6. તમે ફેન્સી ક્લિપ્સ અથવા ગજરાથી પણ આ હેરસ્ટાઇલને સુંદર બનાવી શકો છો.

તમારા વાળ હવે તૈયાર છે પરફેક્ટ ક્રિસ ક્રોસ હેર સ્ટાઇલમાં. સીરમની મદદથી તમારા વાળ Salon Fnish લુકમાં જોવા મળશે.

X
Try this look for a Perfect Dandiya Night

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી