તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Trump Said 70 Million People Will Be Present At Ahmedabad Road Show; Told The Administration there Will Be One Lakh People

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પે કહ્યું- અમદાવાદમાં રોડ શોમાં 70 લાખ લોકો ઉપસ્થિત રહેશે; પ્રશાસને કહ્યું- એક લાખ લોકો હશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રમ્પે કહ્યું- હું મહદઅંશે પીએમ મોદીની માફક બનીશ, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મારો કાર્યક્રમ હશે
  • રોડ શો રુટ પ્રમાણે- ટ્રમ્પ અને મોદી SP રિંગ રોડથી સાબરમતી આશ્રમ જશે, બન્ને અહીં 25 મિનિટ રોકાશે

નવી દિલ્હીઃ મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા એક કાર્યક્રમને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને અમદાવાદ પ્રશાસને ખોટો ગણાવ્યો છે. ટ્રમ્પે બુધવારે દાવો કર્યો હતો કે તેમના રોડ શો સમયે એરપોર્ટ અને મોટેરા સ્ટેડિયમ વચ્ચે આશરે 70 લાખ લોકો ઉપસ્થિત હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું મહદઅંશે પીએમ મોદી જેવો બનવાનો છું. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે. તેને લઈ હું ખૂબ જ ઉત્સુક છું. જોકે, અમદાવાદ પ્રશાસને બુધવારે કહ્યું હતું કે આ રોડ શોમાં ફક્ત 1 લાખ લોકો સામેલ થાય તેવી આશા છે. અમદાવાદના કમિશ્નર વિજય નેહરાએ બુધવારે જણાવ્યું હતું કે અમદાવાદની કુલ વસ્તી આશરે 70 લાખથી 80 લાખ છે ત્યારે આ 22 કિમી લાંબા રોડશોમાં આશરે 1 લાખ લોકો આવે તેવી સંભાવના છે. નેહરાએ કેટલાક દિવસ અગાઉ આ અંગે વાત કરી હતી.

ટ્રમ્પનું ખાસ વિમાન 24મી ફેબ્રુઆરીની સવારે 11.55 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. રોડ શોના રુટ પ્રમાણે ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી SP રિંગ રોડથી સાબરમતી આશ્રમ જશે. બન્ને નેતા ત્યાં 25 મિનિટ રોકાશે. બપોરે 1:15 વાગે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અહીં ટ્રમ્પના સ્વાગતને લઈ સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 25 હજાર જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવવામાં આવશે. તેઓ આશરે અઢી કલાક અમદાવાદમાં રહેશે.

ટ્રમ્પ અમદાવાદથી દિલ્હી અને આગ્રા જશે
24 ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ તાજમહેલ જોવા આગ્રા જશે. 25 મિનિટના રોજ ટ્રમ્પ અને મેલાનિયા દિલ્હીમાં રહેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સત્તાવાર સ્વાગત થશે. બન્ને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જશે. દ્વિપક્ષીય વાટાઘાટ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પ મંગળવારે રાત્રે વોશિંગ્ટન રવાના થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser