અકસ્માત / જોધપુર નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ડાન્સર ક્વીન તરીકે જાણીતા હરીશ સહિત 4નાં મોત

એશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્ય સાથે હરીશ (ફાઈલ)
એશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્ય સાથે હરીશ (ફાઈલ)
હરીશ (ફાઈલ)
હરીશ (ફાઈલ)
મોટાં ભાગના લોકો હરીશ પાસે ડાન્સ શીખવા જોધપુર આવે છે (ફાઈલ)
મોટાં ભાગના લોકો હરીશ પાસે ડાન્સ શીખવા જોધપુર આવે છે (ફાઈલ)
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it
વિદેશી કલાકારો સાથે હરીશ (ફાઈલ)
વિદેશી કલાકારો સાથે હરીશ (ફાઈલ)
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it

  • ડાન્સર ક્વીન તરીકે જાણીતા હરીશ બોલિવુડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે
  • હરીશ એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સાથે પણ ડાન્સ કર્યો હતો
  • મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ હરીશે ડાન્સ કર્યો હતો

DivyaBhaskar.com

Jun 02, 2019, 06:19 PM IST

જોધપુરઃ જિલ્લાના કાપરડા ગામ નજીક રવિવારે સવારે એક રોડ અકસ્માતમાં જેસલમેરના જાણીત ડાન્સર હરીશ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. હરીશ ડાન્સર ક્વીનથી ફેમસ હતા, તેઓ પોતાની ટીમની સાથે જેસલમેરથી જયપુર જઈ રહ્યાં હતા ત્યારે કાપરડા નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
ફુલ સ્પીડથી ચાલી રહેલાં બંને વાહનો સામસામે જોરદાર ટકરાતા, કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાલ લોકો તેની અંદર જ ફસાય ગયા હતા. જે બાદ આજુબાજુના લોકોએ તેમને બહાર કાઢ્યા હતા ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકમાં હરીશ ઉપરાંત જેસલમેર નિવાસી લતીફ ખાન, રવીન્દ્ર અને ભીખે ખાન સામેલ છે. આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જોધપુર લાવવામાં આવ્યા છે.

વિશ્વમાં પ્રસિદ્ધ ડાન્સર છે હરીશઃ હરીશ વિશ્વના પ્રસિદ્ધ ડાન્સર છે. હરીશ દુનિયાભરના પર્યટકોમાં પણ ઘણો જ લોકપ્રિય હતો. દેશ-વિદેશથી આવતા પર્યટકોમાંથી મોટા ભાગના લોકો રાજસ્થાનની લોક કળા સંસ્કૃતિને સમર્પિત હરીશ પાસે ડાન્સ શીખવા જેસલમેર આવતા હતા. ડાન્સર ક્વીન હરીશ બે-ત્રણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત હાલમાં જ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્નમાં પણ પોતાનો ડાન્સ રજૂ કર્યો હતો. હરીશે એશ્વર્યાની પુત્રી આરાધ્યાને પણ ડાન્સ શીખવ્યો હતો. ત્યારે હરીશના આકસ્મિક મોતથી જેસલમેરમાં શોક છવાઈ ગયો છે.

મુખ્યમંત્રી ગહેલોતે શોક વ્યક્ત કર્યોઃ ડાન્સર ક્વીન હરીશના નિધન પર મુખ્યમંત્રી અશોક ગહેલોતે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે લોક કળાને સમર્પિત હરીશે વિશેષ શૈલીમાં પોતાના નૃત્યથી જેસલમેરને અલગ ઓળખ અપાવી. તેમનું નિધન કલાના ક્ષેત્રમાં એક મોટી ક્ષતિ છે.

X
એશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્ય સાથે હરીશ (ફાઈલ)એશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્ય સાથે હરીશ (ફાઈલ)
હરીશ (ફાઈલ)હરીશ (ફાઈલ)
મોટાં ભાગના લોકો હરીશ પાસે ડાન્સ શીખવા જોધપુર આવે છે (ફાઈલ)મોટાં ભાગના લોકો હરીશ પાસે ડાન્સ શીખવા જોધપુર આવે છે (ફાઈલ)
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it
વિદેશી કલાકારો સાથે હરીશ (ફાઈલ)વિદેશી કલાકારો સાથે હરીશ (ફાઈલ)
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it
Truck car accident near Jodhpur, Harish, known as Dancer Queen death in it
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી