તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પશુઓની સારવાર:સંખારીમા પશુ આરોગ્ય મેળામાં 108 પશુની સારવાર

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય પશુપાલન અને જિલ્લા પંચાયત હસ્તક રણુંજ પશુ દવાખાના દ્વારા સંખારી ગામે પશુ સારવાર મેળાનું આયોજન શનિવારના રોજ કર્યું હતું. જેમાં વિવિધ બીમારીઓમાં પીડાતા ગાય, ભેંસ, બકરાં, ઉંટ સહિતના પશુઓ મળી 108 પશુઓને સારવાર અપાઈ હતી. જેમાં ગાય ભેંસમાં પશુ વંધ્યત્વ નિવારણ, બિમાર પશુને સારવાર, ઉંટોમાં એન્ટી-સરાની સારવાર, બકરાં અને નાના પશુઓને ચરમની દવા તેમજ બુલેટઘાસ વિશેની સરકારની યોજનાની પશુપાલકોને માહિતી આપી હતી.

NADCP અંતર્ગત પશુઓને ટેગીંગની કામગીરી પણ કરી હતી. આજુબાજુના ગામડાઓમાંથી પશુપાલકોએ પશુઓને સારવાર અપાવી હતી. કાર્યક્રમમાં ડો.એન.એસ પટેલ નાયબ પશુપાલન નિયામક,ડો કે.પી.પંડ્યા પશુપાલન ચિકિત્સક રણુંજ પશુધન નિરીક્ષક સંખારી એ.ડી બારોટ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો