સુરેન્દ્રનગર / 23મીએ યાત્રિકો સવારે 11 સુધી ચોટીલાની સીડી નહીં ચડી શકે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • અવરોહણ આરોહણ સ્પર્ધાનું આયોજન
  • જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

Divyabhaskar.com

Jan 20, 2020, 02:14 AM IST
ચોટીલાઃ ગુજરાત સરકાર દ્વારા 23 જાન્યુઆરી ગુરૂવારના રોજ અવરોહણ આરોહણ સ્પર્ધા ચોટીલમાં સૌપ્રથમવાર યોજાનાર છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પર્ધકો સિવાય અન્યોને મંદિરના પગથિયાં પર ચડવા-ઉતરવા પર ગુરૂવારે સવારે 6 થી 11 સુધી પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાત સરકાર રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોટીલા ચામુંડા ડુંગર પર આરોહણ સ્પર્ધાનું આયોજન 23મીને ગુરુવારના રોજ કરાયુ છે. જેમાં ગુજરાતભરમાંથી 153 જેટલા જુનિયર ભાઈ-બહેનો દૌટ લગાવાના છે. ત્યારે અન્ય યાત્રિકોને માતાજીના ડુંગરના પગથિયાં પર ચડવા તેમજ ઉતરવા માટે સવારે 6 વાગ્યાથી 11 સુધી સ્પર્ધક સિવાય અન્ય કોઈએ ચડવું કે ઉતરવું નહિ તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર દ્વારા પ્રતિબંધ લગાવ્યો છે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી