ટ્રાવેલ ઈન્શ્યોરન્સ / તેજસ એક્સપ્રેસમાં પ્રવાસ કરનારાઓને 25 લાખ રૂપિયાનો ફ્રી ટ્રાવેલ ઈન્શ્યોરન્સ મળશે

Travelers will get Rs 25 lakh free travel insurance on Tejas Express

Divyabhaskar.com

Sep 12, 2019, 04:50 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ખાનગી ઓપરેટર તરીકે દેશની પ્રથમ ટ્રેન તેજસ એક્સપ્રેસને ચલાવવાની તૈયારી કરી રહેલાં ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ એક જાહેરાત કરી છે. IRCTCએ કહ્યું કે, તે દિલ્હી-લખનઉ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખ રૂપિયાનો ફ્રી ટ્રાવેલ ઈન્શ્યોરન્સ આપશે. આ ટ્રેન ઓક્ટોબરના બીજા અઠવાડિયાંથી શરૂ થશે.

વિદેશી યાત્રીઓ માટે દરેક કોચમાં 5 સીટ્સ રિઝર્વ રહેશે

  • IRCTCના જણાવ્યા અનુસાર, દિલ્હી-લખનઉ રૂટ ઉપર દોડતી તેજસ એક્સપ્રેસમાં કોઈ પણ પ્રકારનો ક્વોટા રહેશે નહીં.
  • IRCTCએ જણાવ્યું કે, તેજસ એક્સપ્રેસના તમામ એક્ઝિક્યુટિવ ક્લાસ અને એસી ચેર કાર કોચમાં 5 સીટ્સ વિદેશી મુસાફરો માટે અનામત રહેશે.
  • IRCTCએ કહ્યું કે, શરૂઆતમાં આ રૂટ પર બે ટ્રેન દોડાવવામાં આવશે.

60 દિવસ પહેલાં બુકિંગ કરાવી શકાશે
IRCTCનું કહેવું છે કે, સામાન્ય રીતે ટ્રેનમાં 120 દિવસ અગાઉથી ટિકિટ બુકિંગ શરૂ થઈ જાય છે, પરંતુ તેજસમાં ટિકિટ બુકિંગની સુવિધા 60 દિવસ અગાઉથી મળશે.

IRCTC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલાં વેઇટિંગ ટિકિટ રદ કરવા માટે 25 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે, જ્યારે ચાર્ટ બને તે પહેલાં 30 મિનિટ સુધી ટિકિટ રદ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

ટ્રેનમાં મુસાફરોને વિવિધ VIP સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. IRCTCએ જણાવ્યું છે કે, એક્સ્ટ્રા ચાર્જ આપવા પર મુસાફરોના સામાનને ઘરેથી ટ્રેનમાં સીટ સુધી પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે.
કોઈ પણ વર્ગને ટ્રેનનાં ભાડાંમાં છૂટ મળશે નહીં

તેજસ ટ્રેનમાં VIP ક્વોટા હેઠળ સાંસદો, ધારાસભ્યો, રાજ્યોના મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ અને મીડિયા કર્મચારીઓને કન્ફર્મ બર્થ આપવામાં આવશે નહીં. કોઈપણ વર્ગને ટ્રેનનાં ભાડામાં છૂટ મળશે નહીં.

આ ટ્રેન 5-12 વર્ષનાં બાળક માટે સંપૂર્ણ ભાડું લેશે. અપેક્ષા છે કે દેશની પહેલી ખાનગી તેજસ ટ્રેન ઓક્ટોબરથી દિલ્હી અને લખનઉ વચ્ચે દોડવા લાગશે.

રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઇમરજન્સી ક્વોટા હેઠળ, રાજધાની, શતાબ્દી, દુરંતો, મેઇલ-એક્સપ્રેસ વગેરે જેવી યાત્રી ટ્રેનમાં વેઇટિંગ ટિકિટના બદલામાં બર્થ આપવામાં આવે છે.

તેમાં સાંસદો, ધારાસભ્યો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ IRCTCની મદદથી ચાલતી દેશની પ્રથમ ખાનગી ટ્રેનમાં VIP ક્વોટાની જોગવાઈ રહેશે નહીં. તેજસ પહેલી ટ્રેન હશે, જેમાં RAC ટિકિટ આપવામાં નહીં આવે.

વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો, ગંભીર રોગીઓ, અવોર્ડ વિજેતા વગેરેને કોઈ રાહતની ટિકિટ આપવામાં આવશે નહીં. આ તમામ મુસાફરોએ સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે. તેજસમાં સામાન્ય પેસેન્જર ટ્રેનના ઘણા નિયમો લાગુ કરવામાં નહીં આવે.

X
Travelers will get Rs 25 lakh free travel insurance on Tejas Express

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી