ઉડાન / રાજકોટ-મુંબઇની ફ્લાઈટ 7 મહિના બાદ શરૂ થતાં એરપોર્ટ પર યાત્રિકોનું સ્વાગત કરાયું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • હવે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે

Divyabhaskar.com

Oct 16, 2019, 10:01 AM IST

રાજકોટ:છેલ્લા સાત મહિનાથી રાજકોટ મુંબઇ ફ્લાઇટ બંધ થઈ જવાથી વેપારીઓ અને રાજકોટવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી ચેમ્બર સુધી આવતી હતી. વેપારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને ચેમ્બરે પૂરા પ્રયત્નો કર્યા. 7 મહિનામાં ચેમ્બરે દિલ્હીમાં બે વખત, ગાંધીનગરમાં 6 વખત ગયા અને 16 વખત પત્રવ્યવહાર થકી રજૂઆત કરી. આખરે આ મહેનત રંગ લાવી છે અને રાજકોટ મુંબઈ વચ્ચે ફલાઇટ શરૂ થઇ છે. જેથી રાજકોટ-મુંબઈ ફ્લાઈટના યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ શરૂ થતા હવે 200 યાત્રિકો રાજકોટ-મુંબઇ અવર જવર કરી શકશે
રાજકોટમાં મંગળવારે મુંબઈની ફ્લાઇટનું સવારે 6.10 કલાકે લેન્ડિંગ થયું હતું. ફ્લાઇટ બંધ થયા બાદ પહેલીવાર ફ્લાઈટ શરૂ થતા સાંસદ મોહન કુંડારિયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ દ્વારા યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ મુંબઇની ફ્લાઈટ શરૂ થઇ જતા હવે રોજના 200 યાત્રિકો રાજકોટ- મુંબઇ અવર જવર કરી શકશે. વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. મુંબઈના વેપારીઓ રાજકોટ આવતા થઇ જશે. ફલાઈટ બંધ હોવાથી છેલ્લા કેટલાક સમયથી રાજકોટના વેપારને ખાસી અસર થઇ હતી.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી