• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Travelers Eco cars banned from Maharashtra from Gujarat, intensive checking of health department police on border

કોરોના ઈફેક્ટ / મહારાષ્ટ્રથી ગુજરાત આવતી ટ્રાર્વેલર્સ-ઇકો કાર પર પ્રતિબંધ, બોર્ડર પર આરોગ્ય વિભાગ-પોલીસનું સઘન ચેકિંગ

બગવાડા ટોલનાકા પર આરોગ્યવિભાગની સાથે પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્રની ગાડીઓને પરત મોકલી રહી છે,.
બગવાડા ટોલનાકા પર આરોગ્યવિભાગની સાથે પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્રની ગાડીઓને પરત મોકલી રહી છે,.

  • બગવાડા ટોલનાકા પર પોલીસની ચકાસણી 
  • વાપી-વલાસાડમાં પોઝિટિવ કેસ ન હોવાથી રાહત

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 12:39 PM IST

વલસાડઃ કોરોના વાઇરસની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર રાજયમાં થઇ છે. ગુજરાતને અડીને આવેલાં મહારાષ્ટ્રમાંથી રોજના હજારો ગુજરાત આવી રહ્યાં છે. જેને લઇ પોલીસ વિભાગે ટ્રાર્વેલર્સ,ઇકો કાર પર પ્રતિબંધ મુકી દીધો છે. મહારાષ્ટ્રથી આવતી નાની ટ્રાર્વેલર્સ અને ઇકોને અટકાવી પરત મોકલામાં આવી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ મહારાષ્ટ્રથી આવતાં લોકોની ચકાસણી કરવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટની બોર્ડર અને વાપીના બગવાડા ટોલાનાકા પર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ તૈનાત રહી ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે કોરોના વાઇરસને અટકાવવા તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. મહત્વની વાત છે કે હજુ સુધી વાપી શહેર તથા વલસાડ જિલ્લામાં એક પણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જેથી તંત્રએ પણ રાહત અનુભવી છે.

માસમાં 200થી વધુ વિદેશથી પ્રવાસીઓ પરત આવતાં ઓર્બ્વેશનમાં

વાપી સહિત વલસાડ જિલ્લામાં છેલ્લા એક માસમાં 200થી પ્રવાસીઓ પોતાના ઘરે પરત ફર્યા છે. જેઓને 14 દિવસ સુધી ઘરની બહાર ન નિકળવવા આરોગ્ય વિભાગે તાકીદ કરી છે. જેમાંથી 2 પ્રવાસીઓએ હોમ કોરોન્ટઇલનો ભંગ કર્યો છે. જો કે અન્ય તમામ પ્રવાસીઓને આરોગ્ય વિભાગ ઘરમાં જ રહેવાની તાકીદ કરી છે. પ્રવાસીઓને પર આરોગ્ય વિભાગનું ઓર્બ્વએશન યથાવત ચાલી રહ્યુ છે.

X
બગવાડા ટોલનાકા પર આરોગ્યવિભાગની સાથે પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્રની ગાડીઓને પરત મોકલી રહી છે,.બગવાડા ટોલનાકા પર આરોગ્યવિભાગની સાથે પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્રની ગાડીઓને પરત મોકલી રહી છે,.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી