વડોદરા / યાર્ડમાં ગુડ્ઝ ટ્રેન ખડી પડતાં દોડધામ, રેલવે તંત્રનું મૌન, ઢાંકપીછોડાનો પ્રયાસ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

Divyabhaskar.com

Dec 16, 2019, 12:45 AM IST
વડોદરાઃ શહેરના પંડ્યા બ્રીજ પાસે યાર્ડમાં રવિવારે રાત્રે ગુડ્સ ટ્રેન ડિરેલમેન્ટ થતા દોડધામ મચી હતી. જોકે આ અંગે રેલવે તંત્ર દ્વારા કોઇ ઘટના નહી બની હોવાનુ જણાવી ઢાંકપીછોડો કરવાનો પ્રયાશ કર્યો હતો. જોકે આરપીએફ દ્વારા ઘટનાને સમર્થન આપ્યુ હતુ. રવિવારે રાત્રે 7:10 વાગ્યાના સુમારે મુંબઇથી વડોદરા યાર્ડ આવેલી કંટેનર ટ્રેનમા માલ લોડ કરવાનો હતો. આ સમયે પંડ્યા બ્રીજથી આગળ યાર્ડની સાઇડ લાઇન પર ગુડ્સ ટ્રેનના બે વ્હીલ પાટા પરથી ઉતરી પડ્યા હતા. બનાવને પગલે રેલવેતંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા દોડી આવેલા કર્મચારીઓએે ટ્રેનના બે વ્હીલ ટ્રેક પર ચઢાવી ટ્રેન આગળ રવાના કરી હતી. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા અકસ્માત અને અન્ય બનાવો છુપાવવા અને કાંઇ નથયુ હોવાનુ ગાણું ગાવાની માનસિકતા હજુ પણ નાગરીકોને સમજાતી નથી રેલવેમાં બનતી ઘટના પ્રજા સુધીપહોચાડવાને બદલે તેને દબાવી દેવા પ્રયાસ થાય છે. રવિવારે પણ પ્રયાસ થયો હતો.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી