તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ખડકીમાં ઉભેલા રાહદારીને કારે ઉડાવતા કરૂણ મોત

પારડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીપેરમાં મૂકેલો ટેમ્પો જોવા આવતા ગુંદલાવના ટેમ્પા ચાલકને કાળ ભરખી ગયો હતો

વલસાડ ગુંદલાવ ક્રિષ્ના કોમ્પલેક્ષ ખાતે રહેતો અને ટેમ્પો ચલાવતો રોશનસિંહ ભેરુસિંહ રાજપૂત ઉવ 44એ પોતાનો ટેમ્પો રીપેરમાં આપ્યો હોવાથી તે ખડકી નેશનલ હાઇવે 48 ક્રિષ્ના ઓટોગેરેજ પર ટેમ્પો જોવા આવ્યો હતો જે બાદ તે હાઇવેની સાઇડે ઉભો હતો ત્યારે હાઇવે પરથી વાપી તરફ પૂરપાટ ઝડપે જતી સ્વિફ્ટ કાર નંબર GJ-15-AD-5142ના ચાલક સંજય શાંતિલાલ ટંડેલ રહે ડુંગરી જલારામ સોસાયટીએ કોઈ કારણસર કાબૂ ગુમાવતાં રોડ સાઇડે ઉભેલા ભેરુસિંહને અડફેટમાં લઈ હાઇવે પર ફેકી દીધો હતો. અકસ્માતબાદ કાર ખાડામાં અટકી ગઈ હતી પરંતુ અકસ્માતમાં ભેરુસિંહને શરીરે ગંભીર ઇજા પહોચતા કમક્માટી ભર્યું મોત નીપજયું હતું ભેરુસિંહના મૃતદેહને પારડી સીએચસી હોસ્પિટલ લઈ જઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જનાર સ્વીફકાર ચાલક સ્ંજ્ય વિરુધ્ધ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો