ગાંધીધામ / ટ્રાફિક વ્યવસ્થા સુઘડ બની: પોલીસે 7,832 ઇ-મેમો મોકલી 33.44 લાખનો દંડ ફટકાર્યો

Traffic system gets neat: Police send 7,832 e-memos to 33.44 lakh fines

  • કચ્છના આર્થિક પાટનગરમાં 1 જુલાઇથી ચાલુ થયેલા ‘નેત્રમ’ના લેખા જોખા
  • શહેરના 43 લોકેશન પરથી કંટ્રોલરૂમ મારફત મોકલેલા ઇ-મેમો બાદ 8.67 લાખનો દંડ વસૂલાયો પણ ખરો

Divyabhaskar.com

Nov 18, 2019, 08:10 AM IST
ગાંધીધામ: ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં વાહન વ્યવહાર વધવાની સાથે ટ્રાફિક નિયમનના ભંગની સમસ્યા પણ વધી ગયા બાદ શહેરના 43 લોકેશન ઉપર હાઇ ડેફિનેશન કેમેરા લગાડી, એસપી કચેરીમાં નેત્રમનો કમાન્ડ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો અને આખા શહેર ઉપર ટ્રાફિક નિયમનનો ભંગ જે વાહન ચાલક કરે તેને તેના સરનામા ઉપર ઇ-મેમો મોકલવાની કામગીરી 1 જુલાઇથી આખા રાજ્ય સાથે ગાંધીધામમાં પણ શરૂ થઇ.
નેત્રમના ઇન્ચાર્જ પીએસઆઇ બી.કે.સંધુ એ આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, 1 લી જુલાઇથી લઇ 13 નવેમ્બર સુધી 7,832 ઇ-મેમો ટ્રાફીક નિયમન ભંગ કરતા વાહન ચાલકોને મોકલવામાં આવ્યા છે જેમાં કુલ રૂ.33,44,000 નો દંડ ફટકારાયો છે, તો અત્યાર સુધી રૂ.8,67,400નો દંડ લોકો ભરી પણ ગયા છે. ત્રણ સવારી, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન ચલાવનાર, રોંગ સાઇડ યુ ટર્ન લેનાર, નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરનાર, બેફામ ગતિએ વાહન ચલાવનાર વાહન ચાલકોને અત્યાર સુધી ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. નેત્રમનો આ કમાન્ડિંગ કંટ્રોલરૂમ સર્વેલન્સનું કામ કરે છે જેમાં લૂંટ, ચોરી, કે ગુમ થવાની કોઇ પણ ઘટના હોય પોલીસની માંગ મુજબ અહીંથી લોકેશન પણ ટ્રેસ કરાય છે અને અત્યાર સુધી 10 જેટલા બનાવમાં સફળતા પણ મેળવી છે.
ઇ-ચલણ માટે ઇ-વિન્ડો બનાવાઇ જ્યાંથી કોમ્પ્યુટરાઇઝ્ડ રસીદ પણ અપાય છે
નેત્રમના ઇન્ચાર્જ પીએસઆઇ સંધુએ જણાવ્યું હતું કે, 1 લી જુલાઇથી અત્યાર સુધી ઇ-મેમોના દંડની રકમ સીટિ ટ્રાફીક પોલીસમાં લોકો ભરતા હતા પણ હવે લોકોની સુવિધા માટે નેત્રમના કમાન્ડિંગ કંટ્રોલરૂમમાં જ ઇ-ચલણ માટે ઇ-વિન્ડો બનાવવામાં આવી છે જેમાં લોકોને સુવિધા માટે કતાર જળવાઇ રહે તે માટે રેલિંગ પણ લગાવાશે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ રખાશે, લોકોને તકલીફ ન પડે તે માટે ઉપર શેડ પણ બનાવાશે, તો સિનિયર સિટિજન માટે નો ક્યુ પ્રોવિઝનની પણ જોગવાઇ રખાઇ છે જેથી મતેમને ઉભા ન રહેવું પડે, આ દંડની રકમ ચુકવનારને કોમ્પ્યુટરાઇઝ્ડ રસીદ પણ અપાશે.
પોર્ટલ શરૂ થયા બાદ ઘર બેઠા પણ દંડ ભરી શકાશે
સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત હવે નેત્રમ દ્વારા અપાયેલા ઇ-મેમોના દંડની રકમ પોર્ટલ શરૂ થયા બાદ લોકો ઘર બેઠા ભરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે જેના કારણે લોકો અને તંત્રનો સમય બચી શકશે.
કાર્ગો, જુમ્માપીર ફાટક પાસે 4કે કેમેરા લાગશે
ગાંધીધામના કાર્ગો સ્લમ વિસ્તાર અને જુમ્માપીર ફાટક પાસે બે 4કે કેમેરા લગાવાશે જેમાં સાવ અંધારામાં પણ ક્લીયર પીક્ચર કંટ્રોલરૂમમાં ઝીલાશે અને આ વિસ્તારમા઼ જે ગેરકાયદેસર પ્રવૃતિઓની ફરિયાદો આવી છે તેના ઉપર વિશેષ ધ્યાન રખાશે તેવું નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઇએ જણાવ્યું હતું.
લોકોનો સારો સહકાર છે - એસપી
એસપી પરિક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, 1 જુલાઇથી ઇ-મેમો લોકોને મળતા થઇ ગયા બાદ અહીંના લોકોનો સારો સહકાર મળી રહ્યો છે જેના કારણે વ્યવસ્થિત દંડની ચુકવણી પણ થઇ રહી છે, આ તબક્કે એક જ અપીલ લોકોને છે કે પ્લીઝ હેલમેટ, સીટબેલ્ટ, લાયસન્સને કાયદો સમજી તેનો વિરોધ ન કરે પણ પોતાની અને પરિવારની સલામતીની દ્રષ્ટીએ જુએ તો ખરેખર અકસ્માત મોતની ઘટના અટકાવી શકીએ છીએ, કોઇનો અકસ્માત થાય તો લાયસન્સના આધારે તેના પરિવારને જાણ કરી શકાય છે.
X
Traffic system gets neat: Police send 7,832 e-memos to 33.44 lakh fines

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી