દિવાળી / દેવી લક્ષ્મીના સ્વાગત માટે દરવાજા પાસે દીવો પ્રગટાવવાની પરંપરા છે, પૂજામાં દીવો ઓલવવો નહીં

Tradition of lighting a lamp at the door to welcome Goddess Lakshmi

  • દીવો પ્રગટાવવાથી નેગેટિવિટી દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પોઝિટિવ બને છે

Divyabhaskar.com

Oct 23, 2019, 10:20 AM IST

ધર્મ ડેસ્કઃ દિવાળીએ દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ધાર્મિક લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે દીવો પ્રગટાવતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઇ શકે છે. જાણો દીવા સાથે જોડાયેલી થોડી ખાસ વાતો....

દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ કરવો જોઇએ-

મંત્ર- शुभम करोति कल्याणं, आरोग्यं धन संपदाम्, शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।।

મંત્રનો અર્થઃ- શુભ અને કલ્યાણ કરતી, આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર, દુશ્મન બુદ્ધિનો વિનાશ કરતી દીવાની જ્યોતને નમસ્કાર

  • જે ઘરમાં રોજ સવાર-સાંજ નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં પોઝિટિવ ઊર્જા સક્રિય રહે છે. દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલાં હાનિકારક સુક્ષ્મ કીટાણુ નષ્ટ થઇ જાય છે. દીવો અંધકાર અને નેગેટિવિટીને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે, આ કારણે ઘરમાં સવાર-સાંજ દીવાનો પ્રકાશ ફેલાવવો જોઇએ. તેનાથી પોઝિટિવ ઊર્જાનો પ્રભાવ બની રહે છે.
  • દીવાળીએ સાંજે મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવવો જોઇએ. આ સંબંધમાં માન્યતા છે કે, દિવાળીએ દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે જાય છે, તેમના સ્વાગત માટે આપણે દ્વાર પર દીવો પ્રગટાવવો જોઇએ.
  • પૂજા કરતી વખતે ઘીનો દીવો તમારા ડાબા હાથ તરફ હોવો જોઇએ. તેલનો દીવો જમણાં હાથ તરફ રાખવો જોઇએ. ધ્યાન રાખો કે, પૂજા વખતે દીવો ઓલવાવો જોઇએ નહીં. એવી વ્યવસ્થા કરવી કે પૂજામાં દીવો ક્યારેય ઓલવાય નહીં.
  • દીવો દેવી-દેવતાઓની પ્રતિમા સામે જ રાખવો જોઇએ.
  • ઘીના દીવા માટે સફેદ રૂની બત્તીનો ઉપયોગ કરવો જોઇએ. તેલના દીવા માટે લાલ દોરાની બત્તી શ્રેષ્ઠ રહે છે. પૂજામાં ખંડિત દીવો પ્રગટાવવો નહીં.
X
Tradition of lighting a lamp at the door to welcome Goddess Lakshmi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી