તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનુરોધ:રિટેઈલ દુકાનો રાત્રે નવ સુધી ખુલ્લી રાખવા દેવા વેપારીઓની માગણી

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ કર્મચારીઓને અગવડ પડતી હોવાથી લોકલ ટ્રેનો તબક્કાવાર શરૂ કરવા અનુરોધ

રિટેઈલ દુકાનોને રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરમિશન કરી આપો જેથી અમે આ મંદીમાં ટકી શકીયએ. અમે તમારા બધા જ નિયમોનું પાલન કરીએ જ છીએ અને આગળ પણ કરતા રહીશું, એવો અનુરોધ ફેડરેશન ઓફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ એસોસિયેશન્સના મા. મંત્રીઓ શૈલેષ ત્રિવેદી અને હરેન મહેતાએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને કરી છે.છેલ્લા થોડા વખતથી મુંબઈમાં કોરોના મહામારી ધીરેધીરે કાબૂમાં આવી રહી છે, તમારી સરકારે આ માટે જે પગલાં લીધાં છે તે ખૂબ જ સરાહનીય છે, પૂરા રાજ્યની જનતા આ માટે તમારી સાથે છે, એમ તેમણે જણાવ્યું છે. અમારું ફેડરેશન મુંબઈમાં કાપડના રિટેઈલ વેપારીઓનું સૌથી મોટું અને સૌથી જૂનું છે જેમાં હજારો વેપારીઓ અમારા મેમ્બર્સ છે.

તમે અમને વેપારીઓને મુંબઈમાં રોજ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે પણ અમારા મોટા ભાગના ગ્રાહકો સાંજે જ ખરીદી કરવા માટે આવતા હોવાથી તમારો આ સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિયમ અમને પોસાય એમ નથી. તો તમને નમ્ર વિનંતી છે કે અમને રાત્રે નવ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની પરમિશન આપો જેથી અમે આ મહા મંદીમાં નફો નહીં તો અમારો ખર્ચ તો કાઢી શકીએ. અત્યારની હાલતમાં આ સમયમર્યાદામાં તો અમારી દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર, ઇલેક્ટ્રિક બિલ, બૅન્કના હપ્તા અને રોજબરોજના ખર્ચ કાઢવાનું પણ અસંભવ છે, એમ તેમણે જણાવ્યું છે.

દરમિયાન ફેડરેશન ઓફ મુંબઈ રિટેઈલ ક્લોથ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ નીતિન ગોસ્વામીએ મુખ્ય મંત્રી પાસે લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી કરી છે. ટ્રેન બંધ હોવાથી કર્મચારીઓ ઓફિસમાં સમયસર પહોંચી શકતા નથી અને રાત્રે ઘરે જવામાં પણ તકલીફ પડે છે. આથી નિયમોને આધીન અથવા તબક્કાવાર લોકલ ટ્રેન શરૂ કરવાનો વિચાર કરવો એવી માગણી કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો