ભાવનગર / પાણીના ટાંકા પર ટ્રેક્ટર ઉભું હતું અને અચાનક સ્લેબ તૂટતા ટ્રોલી સહિત અંદર ખાબક્યું, એકને ઇજા

ટ્રેક્ટર પાણીના ટાંકામાં ખાબક્યું
X

  • પાણીનો ટાંકો જર્જરિત હોવાથી સ્લેબ તૂટી પડ્યો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:46 PM IST

ભાવનગર. ભાવનગરમાં આજે ટ્રેક્ટર પાણીના ટાંકામાં પડવાની ઘટના બની હતી. શહેરના સરદારનગર શોપિંગ સેન્ટરના પાછળના ભાગે દુકાન રિપેરિંગ અંગેની કોઈ કામગીરી શરૂ હોય અને આ સમયે ત્યાં સામાન ભરવા આવેલું ટ્રેક્ટર કે જે બિલ્ડિંગના નીચેના ભાગે રહેલા ટાંકા પર ઉભું હતું. આ સમયે ટાંકાનો સ્લેબ અચાનક તૂટી જતા ટ્રેક્ટર ટ્રોલી સહિત ટાંકામાં ખાબકયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. એકને સામાન્ય ઇજા પહોંચી હતી. 

બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થયા
આ જગ્યા પર ટાંકો છે અને તે પણ જર્જરિત છે. જેની જાણ કોઈને ન હોય આ દુર્ઘટના બની હતી. જ્યારે ટાંકો પણ એટલો મોટો છે કે આખું ટ્રેક્ટર તેમાં સમાય ગયું હતું. જો કે ટ્રેકટર અડધું લટકી પડ્યું હતું અને તેને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બનતા લોકોના ટોળેટોળાં ઉમટયા હતા. 
(ભરત વ્યાસ, ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી